Netflix: નેટફ્લિક્સના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે CEO પદેથી આપ્યું રાજીનામું
Netflix Inc.ના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે ગુરુવારે CEO પદ પરથી રાજીનામું આપ્યું છે
Netflix Co Founder: Netflix Inc.ના કો-ફાઉન્ડર રીડ હેસ્ટિંગ્સે ગુરુવારે CEO પદ પરથી રાજીનામું આપ્યું છે. રીડ હેસ્ટિંગ્સે જણાવ્યું હતું કે તેઓ ચીફ એક્ઝિક્યુટિવ પદેથી રાજીનામું આપ્યું છે. હવે તેમના લાંબા સમયના ભાગીદાર કો-સીઈઓ ટેડ સારંડોસ અને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર ગ્રેગ પીટર્સ નેટફ્લિક્સને સંભાળશે.
ગુરુવારે તમામ રેકોર્ડ તોડતા નેટફ્લિક્સના ગ્રાહકોની સંખ્યા વધીને 230 મિલિયનથી વધુ થઈ ગઈ છે. Netflixના શેરમાં ગયા વર્ષે લગભગ 38 ટકાનો ઘટાડો થયો હતો. જોકે, કંપનીનો બિઝનેસ પાછળથી 6.1 ટકા વધીને 335.05 ડોલર થયો હતો. કારણ કે Netflix એ પણ કહ્યું કે તેણે ગયા વર્ષના અંતે અપેક્ષા કરતાં વધુ સબ્સ્ક્રાઇબર્સ બનાવ્યા હતા.
રીડ હેસ્ટિંગ્સ હવે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપશે. ટેડ સારંડોસ અને ગ્રેગ પીટર્સ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું પદ સંભાળશે. Netflix માં આ ફેરફારો તરત જ લાગુ કરવામાં આવશે. કંપની માટે પડકારજનક સમય વચ્ચે જુલાઈ 2020 માં પીટર્સ અને સારાંડોસને પ્રમોટ કરવામાં આવ્યા હતા.
રીડ હેસ્ટિંગ્સે એક નિવેદનમાં કહ્યું હતું કે કોરોના મહામારીના કારણે અમારા વ્યવસાયને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો.પરંતુ અમે તેને અદ્ભુત રીતે સંભાળી હતી. તેથી બોર્ડ અને હું માનું છું કે મારા અનુગામીને લગામ સોંપવાનો સમય યોગ્ય છે.
War: યૂક્રેનિયન મિલિટ્રીએ શેર કરી પોતાના ખતરનાક સ્નાઇપરની તસવીર, બંદૂક સાથે બરફમાં આ રીતે છે છુપાયેલા
Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા 11 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, બન્ને દેશોની સેનાઓ આમને સામને છે. આ યુદ્ધમાં યૂક્રેની સેનાએ યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત તેના સ્નાઇપરને શોધી કાઢવાનો પડકાર ફેંક્યો છે. યૂક્રેનની સેનાએ ટ્વીટર પર કરેલા ટ્વીટમાં કહ્યું કે, યૂક્રેનના સ્નાઇપર શોધીને બતાવો ! તેમને બીજા ટ્વીટમાં કહ્યું કે અમે આકાશથી લઇને જમીન સુધી દુશ્મનને નેસ્તનાબુદ કરી દેશું.
તેમને પોતાના બીજા ટ્વીટ કહ્યું કે, યૂક્રેનની સેના દુશ્મનના ડ્રૉન અને યુએવીથી કીવ અને કીવના ઉપરના આકાશને પુરેપુરી રીતે ખતમ કરી દેશે. યૂક્રેન આ સમયે રશિયાના બે મોરચા પર લડાઇ લડી રહ્યું છે, તેમને પહેલો મોરચો દોનેત્સ્ક વિસ્તાર છે, તો વળી બીજી લડાઇ કસીની લિમન વિસ્તારમાં ચાલી રહી છે
રશિયન રક્ષા વિભાગ અનુસાર, તે બન્ને જ મોરાચ પર લીડમાં છે, તે વળી યૂક્રેનના રક્ષા વિભાગે દાવો આનાથી ઉલટો કર્યો છે. યૂક્રેનનું કહેવું છે કે, તેમના આ બન્ને મોરચા પર યથાસ્થિતિ જાળવી રાખી છે, અને તે રશિયન સૈનિકોને બિલકુલ પણ આગળ નથી વધવા દઇ રહ્યાં.
સોમવારે રશિયન મિસાઇલ કેએચ-22ના હુમલામાં માર્યા ગયેલા ત્રણ બીજા લોકોની ડેડ બૉડી મળીા છે. રહેણાંક વિસ્તારમાં આ મિસાઇલમાં કુલ 44 લોકોના મોત થઇ ગયા હતા. વળી, રશિયન રક્ષા વિભાગે દાવો કર્યો છે કે, તેમને કુપ્યાંસ્કના વિસ્તારમાં રશિયન સેનાની આર્મી એવિએશન અને વેસ્ટર્ન મિલિટ્રી ડિસ્ટ્રીક્ટની આર્ટિલરીને સિન્કોવકા અને બેરેસટૉવૉય (ખારકીવ વિસ્તાર)ની પાસે યૂક્રેનના સૈન્ય યૂનિટેએ નષ્ટ કરી દીધા છે