શોધખોળ કરો
Advertisement
Lockdown: કોરોનાના નવા કેસ આવતાં ફફડી ઉઠેલા આ જાણીતા દેશે લાદયું લોકડાઉન, જાણો વિગત
Lockdown News: ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડર્ને કેબિનેટના મહત્વપૂર્ણ સભ્યો સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
ઓકલેન્ડઃ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ ત્રણ દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ લોકડાઉન રવિવાર રાતથી અમલી બન્યું છે. ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડર્ને કેબિનેટના મહત્વપૂર્ણ સભ્યો સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
આર્ડેર્ને કહ્યું કે શહેરમાં નવા કોર્ના વાયરસ વિશે સંપૂર્ણ રીતે સાચી માહિતી ન આવે ત્યાં સુધી જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. નવા કોરોના વાયરસ પહેલા કરતા વધુ ચેપી છે કે કેમ તેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. ઓકલેન્ડ સિવાય દેશના બાકીના ભાગોને પ્રતિબંધ હેઠળ રાખવામાં આવશે. અન્ય સ્થળોએ લોકડાઉન લાદવામાં ન આવે તે માટે આ કરવામાં આવી રહ્યું છે.
ઓકલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે, જેની ઓળખ થઈ નથી. આ પછી ઇટીહાટન શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમના બધા કાર્યક્રમો રદ કરી દીધા છે. જ્યારે કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી હતી ત્યારે ન્યુઝીલેન્ડે ખૂબ જ અસરકારક રીતે કોરોના પર કાબુ મેળવી લીધો હતો. જેના માટે ન્યુઝીલેન્ડની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
રાશિફળ 15 ફેબ્રુઆરીઃ સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા ન કરતા આ કામ, જાણો આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
સુરત
Advertisement