નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....
ઓક્ટોબર 2024માં નોસ્ટ્રેડેમસની આગાહીઓની વાત કરીએ તો તેમાં વૈશ્વિક સંકટની વાત છે. ખાસ કરીને યુદ્ધ, કુદરતી આપત્તિ અને સામાજિક અસ્થિરતાની આગાહી છે.
નોસ્ટ્રેડેમસ, જેમનું અસલી નામ મિશેલ ડી નોસ્ટ્રેડેમસ હતું, 16મી સદીના એક લોકપ્રિય ભવિષ્યવેત્તા અને જ્યોતિષી હતા. તેમની રચના, "લેસ પ્રોફેસીઝ" (Les Prophéties) ને ભવિષ્યની વૈશ્વિક ઘટનાઓ અને સંકટોના સંદર્ભમાં કરેલી આગાહીઓ માટે જાણવામાં આવે છે. જોકે, તેમના આ પુસ્તકમાં લખેલી આગાહીઓ ઘણી વખત પ્રતીકો અને અલંકારિક ભાષામાં હોય છે, એટલે તેમનું અર્થઘટન કરવું સરળ નથી. ચાલો હવે જાણીએ કે 2024 ઓક્ટોબરમાં તેમણે કઈ ઘટનાઓ વિશે લખ્યું છે.
ઓક્ટોબર 2024માં શું થશે
ઓક્ટોબર 2024માં નોસ્ટ્રેડેમસની આગાહીઓની વાત કરીએ તો તેમાં વૈશ્વિક સંકટની વાત છે. ખાસ કરીને યુદ્ધ, કુદરતી આપત્તિ અને સામાજિક અસ્થિરતાની આગાહી છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે પ્રકારની પરિસ્થિતિ બની રહી છે, આ વાતથી ઇનકાર પણ કરી શકાય તેમ નથી.
રાજકીય ઉથલપાથલ
યુદ્ધ ઉપરાંત રાજકીય ઉથલપાથલ પર પણ નોસ્ટ્રેડેમસે આગાહી કરી છે. આ આગાહી પણ સાચી સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, સુપરપાવર અમેરિકામાં પણ ચૂંટણીઓ નજીક છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્યાં સત્તા પરિવર્તન થઈ શકે છે. જો આવું થયું તો તેની અસર આખી દુનિયા પર જોવા મળશે. ખાસ કરીને એ દેશો પર જે હાલમાં યુદ્ધની આગમાં સળગી રહ્યા છે.
કુદરતી આપત્તિઓ વિશે પણ કરી વાત
નોસ્ટ્રેડેમસે આબોહવા પરિવર્તન અને તેની અસરો વિશે પણ આગાહી કરી છે. ઓક્ટોબર 2024માં, દુનિયાએ હવામાનના બદલાવની ઘટનાઓ, જેવી કે વાવાઝોડા, ભૂકંપ, અથવા અન્ય કુદરતી આપત્તિઓની સંભાવનાઓથી સાવચેત રહેવાની જરૂર છે. આ ઉપરાંત આરોગ્ય સંકટ વિશે પણ નોસ્ટ્રેડેમસે આગાહી કરી છે. ઓક્ટોબર 2024માં, માણસોએ કોઈ નવા રોગ અથવા આરોગ્ય સમસ્યા વિશે સાવચેત રહેવું પડશે.
નોસ્ટ્રાડેમસની આગાહી મુજબ વર્ષ 2024માં મોટું આર્થિક સંકટ આવી શકે છે. નોસ્ટ્રાડેમસે તેના પુસ્તકમાં લખ્યું હતું કે, 'ઘઉં એટલા ઊંચા આવશે કે માણસો એકબીજાને ખાઈ જશે.'
નોસ્ટ્રાડેમસે 2024 માટે આગાહી કરી હતી કે, આ વર્ષે વિશ્વમાં ગંભીર હવામાન પરિવર્તન જોવા મળશે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ હોવા છતાં મહિનાના અંતમાં મે-જૂન જેવી આકરી ગરમીથી લોકો પરેશાન છે.
આ પણ વાંચોઃ