અમેરિકામાં કોરોનાના કારણે મૃત્યુનો આંક 8 લાખને પાર, કોરોનાથી લોકો કેમ મરી રહ્યાં છે એ જાણીને લાગી જશે આઘાત
દુનિયાના ઘણા દેશોમાં ઓમિક્રોનનો ચેપ વધી રહ્યો હોવાથી ઘણાં દેશોએ નવેસરથી નિયંત્રણો લાદવા માંડયા છે.
વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોના વારયરસના નવા વેરીયન્ટ ઓમિક્રોનના કારણે ફફડાટ છે. ઓમિક્રોન વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ યુએસમાં કોરોનાનો કુલ મરણાંક હવે આઠ લાખનો આંક પાર કરી ગયો છે.
સૌથી વધારે આઘાતજનક વાત એ છે કે બે લાખ કરતાં વધારે અમેરિકનોના મોત કોરોનાની રસી ઉપલબ્ધ થયા બાદ થયા છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, સમયસર રસી અપાઈ હોત તો આ મોત નિવારી શકાયા હોત. લોકો પોતે રસી લેવામાં ઉદાસિનતા બતાવી રહ્યા છે તેના કારણે કોરોનાથી મોત થઈ રહ્યાં છે.
યુએસ દુનિયાની વસ્તીના ચાર ટકા વસ્તી ધરાવે છે અને અમેરિકાની વસતી 35 કરોડની આસપાસ છે. જો કે કોરોનાને કારણે વિશ્વમાં થયેલાં 53 લાખ મોતમાંથી પંદર ટકા એટલે કે 8 લાખ મોત માત્ર યુએસએમાં થયાં છે. દુનિયામાં કોરોનાનો સાચો મરણાંક તો અનેક ગણો વધારે હશે કેમ કે ઘણાં મોત ચોપડે નોંધાતાં નથી એ જોતાં અમેરિકામાં પણ મૃત્યુનો આંક વધારે હોવાની શક્યતા છે .
યુએસની વસ્તીના 60 ટકા કરતાં વધારે એટલે કે આશરે 20 કરોડ અમેરિકનોએ કોરોનાની રસી લીધી છે. જ્હોન હોપકિન્સ બ્લુમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રોગચાળા અંગેના નિષ્ણાત ડો. ક્રિસ બેરેર જણાવ્યું હતું કે હાલ જે મરણ થઇ રહ્યાં છે તે નિવારી શકાય તેવાં મોત છે. હાલ મરી રહેલા લોકોએ રસી લીધી નથી તેથી મરી રહ્યાં છે.
કોરોનાની રસી પહેલીવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે યુએસનો મરણાંક ત્રણ લાખ હતો. જે જુનની મધ્યમાં વધીને છ લાખ અને પહેલી ઓક્ટોબરે સાત લાખ થયો હતો. આમ છતાં લોકો રસી લેતાં નથી તેથી લોકો મરી રહ્યાં છે. દુનિયાના ઘણા દેશોમાં ઓમિક્રોનનો ચેપ વધી રહ્યો હોવાથી ઘણાં દેશોએ નવેસરથી નિયંત્રણો લાદવા માંડયા છે. અમેરિકામાં પણ ઓમિક્રોનના કેસો વધ્યા છે પણ કોઈ નિયંત્રણો નથી લદાયાં તેથી પણ કેસ વધી રહ્યા છે.
આ પણ વાંચો-
બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો
Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે
બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ