મારિયૂપોલમાં રશિયન સેનાને મળી મોટી સફળતા, યુક્રેનની બ્રિગેડે કર્યું સરેન્ડર
ક્રીવરી ખૈરસોન પાસેનો વિસ્તાર છે. અહીથી 50 કિલોમીટર દૂર રશિયન સેના રોકાઇ છે. ક્રીવરી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો વિસ્તાર છે.
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે મારિયૂપોલમાં રશિયાની સેનાએ મોટી સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. મારિયૂપોલમાં યુક્રેનની આખી બ્રિગેડે સરેન્ડર કરી દીધું છે. યુક્રેનની 36મી મરીન બ્રિગેડે આત્મસમર્પણ કર્યું છે. આ સરેન્ડર હેઠળ 1026 સૈનિકોએ હથિયાર હેઠા મુક્યા છે. જેમાં 162 યુક્રેને અધિકારીઓ પણ સામેલ છે.
રશિયાએ દાવો કર્યો હતો કે દોનેત્સ્કમાં વિદ્રોહીઓ સાથે રશિયન સેનાએ જે ઘેરાબંધી કરી હતી તેમાં રશિયાને મોટી સફળતા મળી છે. આ અગાઉ સામ સામે ચાલેલી લડાઇ બાદ રશિયાએ 95 ટકા વિસ્તાર પર કબજો જમાવ્યો છે.
ક્રીવરી ખૈરસોન પાસેનો વિસ્તાર છે. અહીથી 50 કિલોમીટર દૂર રશિયન સેના રોકાઇ છે. ક્રીવરી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો વિસ્તાર છે. અહી સતત લડાઇ ચાલી રહી છે. ક્રીવરી મેળવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. આ ઇકોનોમિકનો હબ છે. સેન્ટ્રલ યુક્રેનના એક રેલવે સ્ટેશન પર મિસાઇલ હુમલો થયો છે. બે દિવસ અગાઉ એરપોર્ટ પર હુમલો થયો હતો.
કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર, પારો 44 ડિગ્રીએ પહોંચવાની કરવામાં આવી આગાહી
EPFOએ આપ્યા સારા સમાચાર! હવે ઘરે બેઠા થશે આ મહત્વપૂર્ણ કામ, કરોડો ખાતાધારકોને મળશે ફાયદો
COVID-19 Booster Dose: કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ પહેલા અને પછી આ વાતોનું રાખો ખાસ ધ્યાન
અમદાવાદની સ્કૂલમાં ફરી થઈ કોરોનાની એન્ટ્રી, ધોરણ 2ના વિદ્યાર્થીને લાગ્યો ચેપ