શોધખોળ કરો
Advertisement
ઓક્સફોર્ડ ડિક્શનરીમાં 26 નવા શબ્દ સામેલ, આધાર, હડતાળ, શાદી જેવા ભારતીય શબ્દોને મળ્યું સ્થાન
શુક્રવારે લોન્ચ કરવામાં આવેલા આ એડિશનમાં ચૈટબોટ, ફેક ન્યૂઝ અને માઇક્રોપ્લાસ્ટિક જેવા 1000 નવા શબ્દ પણ સામેલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ઓક્સફોર્ડ એડવાન્સ લર્નર્સ ડિક્શનરીની નવી એડિશનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય અંગ્રેજી શબ્દોને સ્થાન આપવામાં આવ્યું છે. આ વર્ષે આધાર, ચૉલ, ડબ્બા, હડતાલ અને શાદી જેવા 26 નવા ભારતીય અંગ્રેજી શબ્દોને સામેલ કરવામાં આવ્યા છે. ડિક્શનરીના આ 10મા એડિશનમાં 384 ભારતીય અંગ્રેજી શબ્દ છે. શુક્રવારે લોન્ચ કરવામાં આવેલા આ એડિશનમાં ચૈટબોટ, ફેક ન્યૂઝ અને માઇક્રોપ્લાસ્ટિક જેવા 1000 નવા શબ્દ પણ સામેલ કરવામાં આવ્યા છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસએ કહ્યું કે, ડિક્શનરીમાં ભાષા પરિવર્તન અને તેના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એ સુનિશ્વિત કરવામાં આવ્યું છે કે નવા એડિશનમાં ઉપયોગ કરવામાં આવેલી ભાષા અને આપેલા ઉદાહરણ સમયની સાથે પ્રાસંગિક અને અપડેટ હોય. નવું એડિશન ઓક્સફોર્ડ લર્નર્સ ડિક્શનર્સ વેબસાઇટ અને એપ મારફતે ઇન્ટરૈક્ટિવ ઓનલાઇન સપોર્ટ સાથે ઉપલબ્ધ હશે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસની મેનેજિંગ ડિરેક્ટર (શિક્ષણ વિભાગ) ફાતિમા દાદાએ કહ્યું કે, એડિશનમાં 26 નવા ભારતીય અંગ્રેજી શબ્દો સામેલ કરવામાં આવ્યા છે જેમાં 22 શબ્દ પ્રિન્ટિંગ શબ્દકોશમાં અને અન્ય ચાર ડિઝિટલ એડિશનમાં સામેલ કરવામાં આવ્યા છે. ડિક્શનરીમાં કેટલાક શબ્દો હિંદીમાં છે જેનો ઉપયોગ ભારતમાં અંગ્રેજી અને હિંદી બોલનારા લોકો સામાન્ય રીતે કરે છે. કેટલાક અન્ય નવા ભારતીય શબ્દ છે જેમ કે આન્ટી, બસ સ્ટેન્ડ, ડીમ્ડ યુનિવર્સિટી, એફઆઇઆર, નોન-વેજ, રિડ્રેસલ, ટેમ્પો, ટ્યૂબ લાઇટ, વેજ અને વીડિયોગ્રાફ પણ સામેલ છે. ઓનલાઇન એડિશનમાં ચાર નવા ભારતીય અંગ્રેજી શબ્દોમાં કરન્ટ, લૂટેરા, લૂંટપાટ, ઉપજિલા સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement