શોધખોળ કરો
Advertisement
સેટેલાઈટ ઈમેઝથી કરાયો દાવો, પરમાણું ભંડાર વધારી રહ્યું છે પાકિસ્તાન
ઈસ્લામાબાદ: ઝડપથી પરમાણુ ભંડાર વધારી રહેલું પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી લગભગ 30 કિલોમીટર દૂર કહૂટામાં નવું યુરેનિયમ સંવર્ઘન કેંદ્ર બનાવી રહ્યું છે. નવું કેંદ્ર 1.2 હેક્ટરમાં ફેલાયેલું છે. એક અમેરિકાની સેન્ય સેટેલાઈટ પાસેથી પ્રાપ્ત તસ્વીરોએ તેની પુષ્ટિ કરી છે. આ તસ્વીરો 28 સપ્ટેબર, 2015 અને 18 એપ્રિલ 2016 એ લેવામાં આવેલી છે.
આઈએચએસ જેનના ઈંટેલિજેંસ રિવ્યૂની તસ્વીરોના વિશ્લેષણના આધારે આ વિશ્લેષણ કર્યું કે, કેવી રીતે પરમાણુ ભંડાર વધારવાની હોડમાં પરમાણૂ આપૂર્તિકર્તા સમૂહ દેશોના સિદ્ધાંતો વિરુદ્ધ સમજૂતી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને વર્ષ 1998માં સૌથી પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
સુરક્ષા વિશ્લેષણોનું કહેવું છે કે, એ વાતનો તાજો પુરાવો છે કે પાકિસ્તાન કેવી રીતે પોતાનો પરમાણુ ભંડારને વધારી રહ્યું છે. પાકિસ્તાનનું લક્ષ્ય એનએસજી (ન્યૂકિલયર સપ્લાયર્સ) વિરુદ્ધ છે. એયરબસ ડિફેંસ એંડ સ્પેસે 28 સપ્ટેબર 2015 અને 18 એપ્રિલ 2016એ અમુક સેટેલાઈટ ઈમેઝ મેળવી હતી. આ એનાલિસિસ આઈએચએસ જેનના વિશેષજ્ઞોએ તે ઈમેઝના આધારે કર્યું છે. આઈએચએસ જેન એક જર્નલ છે જે ડિફેંસ અને સિક્યુરિટી મુદ્દા પર રિપોર્ટ પબ્લિશ કરે છે. આઈએચએસ જેનના વિશેષજ્ઞ કાર્લ ડિવેનું કહેવું છે કે સાઈટના સ્ટ્રક્ચરને જોતા માલૂમ પડે છે કે ત્યાં ન્યૂકિલિયર ફ્યૂલ કંપની યૂઆરઈએનસીઓ એ પણ ઘણી ફેસિલિટીઝ આપી છે. આ કંપની યૂરોપમાં ઘણી ન્યૂક્લિયર પ્લાંટ ઑપરેટ કરે છે.
પાકિસ્તાનની પાસે 120 પરમાણુ હથિયાર હોવાનુ મનાય છે. 1998માં પહેલું પરમાણુ પરીક્ષણ કરનાર પાકિસ્તાનની પાસે 120 પરમાણુ હથિયાર છે. જે ભારત, ઈઝરાયલ, ઉત્તર કોરિયા કરતાં ઘણા વધારે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
બોલિવૂડ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion