શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન: કરાચી એર ટ્રાફિક કંટ્રોલે Air Indiaની કરી પ્રશંસા, કહ્યું- અમને તમારા પર ગર્વ છે
વિશેષ ઉડાનના વરિષ્ઠ કેપ્ટને જણાવ્યું કે, તે મારા માટે અને એર ઈન્ડિયા પાઈલટ દળ માટે ખૂબજ ગર્વનો ક્ષણ હતો. જ્યારે અમે પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલમાં પ્રવેશ કર્યો ત્યારે અમને ચોંકાવનારો સંદેશ સાંભળવા મળ્યો હતો.
નવી દિલ્હી: એર ઈન્ડિયાને તાજેતરમાં પાકિસ્તાનના એક એર ટ્રાફિક કંટ્રોલ(એટીસી) તરફથી અણધારી પ્રશંસા મળી હતી. કરાચી સ્થિત એર ટ્રાફિક કંટ્રોલે કહ્યું કે એર ઈન્ડિયા તમારા પર ગર્વ છે.
એર ઈન્ડિયાનું વિમાન તે દરમિયાન ભારતમાં ફસાયેલા જર્મનીના નાગરિકોને લઈને ફ્રેન્કફર્ટ જઈ રહ્યું હતું. એર ઈન્ડિયા ભારતથી ફ્રેન્કફર્ટ માટે રાહ સામગ્રી અને અહીં લોકડાઉનમાં દરમિયાન ફસાયેલા નાગરિકોને લઈ જવા માટે વિશેષ વિમાનોનું સંચાલન કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે ભારતમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. જેના કારણે તમામ દેશી અને વિદેશી વિમાન સેવાઓ રદ કરવામાં આવી છે.
વિશેષ ઉડાનના વરિષ્ઠ કેપ્ટને જણાવ્યું કે, તે મારા માટે અને એર ઈન્ડિયા પાઈલટ દળ માટે ખૂબજ ગર્વનો ક્ષણ હતો. જ્યારે પાકિસ્તાન એટીસીએ યૂરોપ માટે અમારી વિશેષ ઉડાન અભિયાનોની પ્રશંસા કરી હતી. જ્યારે અમે પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલમાં પ્રવેશ કર્યો ત્યારે અમને ચોંકાવનારો સંદેશ સાંભળવા મળ્યો હતો.
આ સંદેશ હતો, અસ્સલામ અલૈકુમ! કરાચી એટીસીમાં તમારું સ્વાગત છે. પાક એટીસીએ કહ્યું, આપ ફ્રેન્કફર્ટ માટે રાહત ઉડાનોનું સંચાલન કરી રહ્યા છે, અમને આપ પર ગર્વ છે. એક મહામારીની સ્થિતિમાં પણ તમે ઉડાન સંચાલિત કરી રહ્યાં છો, ગુડ લક. ભારતીય પાયલટે કરાચી એટીસીના જવાબમાં આભાર માન્યો હતો.
આ સિવાય જ્યારે વિશેષ ફ્લાઈટની કમાન સંભાળી રહેલા એર ઈન્ડિયાના કેપ્ટને પાકિસ્તાન એટીસીને પૂછ્યું કે તેમને ઈરાનના હવાઈ ક્ષેત્ર માટે આગલું રડાર નથી મળી રહ્યું. તેના પર પાકિસ્તાને તેહરાન હવાઈ એરિયાને ભારતી જેટની સ્થિતિ વિશે જાણકારી આપી અને બે AIના વિશેષ ઉડાનોની વિગતો પૂરી પાડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement