Pakistan: પાકિસ્તાનમાં વિકૃતિએ હદ વટાવી, દફનાવેલી છોકરીઓના મૃતદેહ સાથે પણ બળાત્કાર
ડેઈલી ટાઈમ્સના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં નેક્રોફિલિયા એટલે કે મૃત લોકો સાથે સેક્સ કરવાના કેસ ભયંકર રીતે વધી રહ્યા છે.
Pakistan: પાકિસ્તાનમાં મહિલાઓ સાથે અત્યાચાર એક સામાન્ય બાબત બની ગઈ છે. અહીં દર બે મીનીટે એક મહિલાનો બળાત્કાર થાય છે. પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટમાં ભલભલાને હચમચાવી નાખે તેવી હકીકત સામે આવી છે. પાકિસ્તાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘણા માતા-પિતા તેમની મૃત દીકરીઓની કબર પર તાળું મારવા મજબુર બન્યા છે. ક્રબ્રસ્તાનમાં આ પ્રકારના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. જોકે આ મામલે ખુલાસો થતા દુનિયા આખીમાં પાકિસ્તાનના નામની થૂ થૂ થઈ રહી છે.
ડેઈલી ટાઈમ્સના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં નેક્રોફિલિયા એટલે કે મૃત લોકો સાથે સેક્સ કરવાના કેસ ભયંકર રીતે વધી રહ્યા છે. હવસખોરો મૃત મહિલાઓના શરીરને ખોદીને બહાર કાઢીને તેમની સાથે શારીરીક સુખ માણતા હોવાના અત્યંત અમાનવિય કિસ્સાઓ પાકિસ્તાનમાં વધતા માનવતા જાણે મરી પરવારી હોય તેવી સ્થિતિ સામે આવી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ ડેઈલી ટાઈમ્સના રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે, પાકિસ્તાનમાં દર બે કલાકે એક મહિલા પર બળાત્કાર થાય છે. પરંતુ મૃત છોકરીઓ પણ સુરક્ષીત નથી. મૃત છોકરીઓ કે જેમને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે તેમની સાથે પણ બળાત્કારના કિસ્સા ખૂબ જ શરમજનક છે. "The Curse of God, why I left Islam"ના લેખક હરિસ સુલતાન આ માટે કટ્ટરવાદી વિચારધારાને જવાબદાર ગણાવે છે. હરિસે કહ્યું છે કે, પાકિસ્તાનના કટ્ટરપંથી લોકોએ એવો સમાજ બનાવ્યો છે કે માતા-પિતાને તેમની પુત્રીના મૃતદેહની સુરક્ષા માટે કબર પર પણ તાળું લગાવવું પડે છે.
લોકોએ શું કહ્યું?
લોકો આ માટે કટ્ટરવાદીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. નેક્રોફિલિયાનો સૌથી ખતરનાક કેસ 2011માં સામે આવ્યો હતો. જ્યારે કબ્રસ્તાનની સંભાળ રાખનાર ઉત્તર નિઝામાબાદ, કરાચીના મોહમ્મદ રિઝવાનની ધરપકડ કરવામાં આવી હતી.
મોહમ્મદ રિઝવાને જણાવ્યું હતું કે, તે અત્યાર સુધીમાં અધધ 48 મહિલાઓના મૃતદેહો સાથે રેપ કરી ચૂક્યો છે. માનવ અધિકાર પંચે કહ્યું કે, પાકિસ્તાનમાં 40 ટકાથી વધુ મહિલાઓએ ક્યારેક ને ક્યારેક તોયે હિંસાનો સામનો કરવો પડ્યો છે. હાલમાં આ સમગ્ર મામલે સરકારે કંઈ કહ્યું નથી. તેને જોતા પાકિસ્તાનમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે તેમની કબરો પર લોખંડનો દરવાજો અને તેની લતા લગાવવામાં આવી છે, પરંતુ તે પછી પણ તે અટકવાનું નામ નથી લઈ રહી. આ સ્થિતિ ખૂબ જ ખતરનાક અને ડરામણી છે.