શોધખોળ કરો
Advertisement
PoKમાં ભારતીય સેનાની કાર્યવાહીથી ગભરાયુ પાકિસ્તાન, બોલ્યુ- હવે તો ભારત પર પરમાણું હુમલો જ થશે....
ભારત સાથે ન્યૂક્લિયર કમ એટૉમિક યુદ્ધ થશે, અમે જેવી જરૂરિયાત રહેશે તે રીતે ભારત સામે લડીશુ, અમે તે રીતના હથિયારો ભારત સામે વાપરીશુ
ઇસ્લામાબાદઃ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તનાણ વધી રહ્યો છે. ભારતે ફરી એકવાર PoK સ્થિત આતંકી કેમ્પો પર હુમલો કર્યો અને કેટલાય કેમ્પોને નષ્ટ કરી નાંખ્યા હતા. હવે આ મામલે ફરી એકવાર પાકિસ્તાન ગભરાયેલુ દેખાઇ રહ્યું છે. પાકિસ્તાને ફરી એકવાર ભારત પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી દીધી છે.
પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ ખાને PoKમાં ભારતની આતંકીઓ ઉપરની કાર્યવાહીને લઇને રિએક્શન આપ્યુ છે, તેમને કહ્યું કે, ભારત સાથે ન્યૂક્લિયર કમ એટૉમિક યુદ્ધ થશે, અમે જેવી જરૂરિયાત રહેશે તે રીતે ભારત સામે લડીશુ, અમે તે રીતના હથિયારો ભારત સામે વાપરીશુ.
મંત્રી શેખ રશીદે કહ્યું કે, હું 126 દિવસના ધરણાંમાં સામેલ હતો, તે સમયે દેશની સ્થિતિ અને સરહદી મામલા આવા ન હતા. હાલ પાકિસ્તાન પર ગંભીર ખતરો છે. ભારત સામે યુદ્ધ ભયાનક હશે. આ પારંપરિક યુદ્ધ નહીં હોય, એટૉમિક વૉર થશે. જે લોકો માનતા હોય કે 4-6 ગોળીઓ છૂટશે, હવાઇ હૂમલા થશે કે પછી નેવીની મિસાઇલો છૂટશે, બિલકુલ નહીં આ પરમાણુ યુદ્ધ હશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ તાજેતરમાં જ ફરી એકરવાર PoKમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને તબાહ કરી દીધા છે, સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કરીને તોપમારો કર્યો હતો, જેમાં 20થી વધુ આતંકી માર્યા જવાના સમાચાર છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા જેનો બદલો ઇન્ડિયન આર્મીએ લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement