શોધખોળ કરો
Advertisement
કોરોનાએ પાડોશી પાકિસ્તાની કમર તોડી, આંકડો 3000ને પાર-45 લોકો મોતને ભેટ્યા
રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં અત્યાર સુધી 3118થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. એટલુ જ નહીં 45થી વધુ લોકોએ કોરોનાથી મોતને ભેટ્યા છે
નવી દિલ્હીઃ કોરોનાએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કેર વર્તાવ્યો છે, ત્યારે ભારત જેવો દેશ કડકમાં કડક પગલાં લઇને કોરોનાને નાથવા પ્રયાસ કરી રહ્યો છે. જોકે આ બધાની વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાનમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. કોરોનાએ પાકિસ્તાનની કમર તોડી નાંખી છ.
પાકિસ્તાની મીડિયા ડૉન ન્યૂઝના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાથી પાકિસ્તાનની હાલત કફોડી થઇ ગઇ છે. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં અત્યાર સુધી 3118થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. એટલુ જ નહીં 45થી વધુ લોકોએ કોરોનાથી મોતને ભેટ્યા છે.
પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને હાલ કોરોનાને લઇને કોઇ સત્તાવાર માહિતી આપી નથી પણ પાકિસ્તાની મીડિયા પ્રમાણે કોરોનાથી પાકિસ્તાનમાં હાલત બગડી છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસર વર્તાઇ છે, અહીં 184 નવા કેસોની પુષ્ટી થઇ છે, જ્યારે પૉઝિટીવ દર્દીઓનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, હાલ આખા વિશ્વમાં કોરોના વાયરસના કારણે 60થી વધુ લોકોના મોત થયા છે, અને લાખોની સંખ્યામાં કોરોના પૉઝિટીવ પીડિતો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement