Pakistan: કંગાળ પાકિસ્તાનને પડતા પર પાટું, સસ્તા ક્રુડ ઓઈલ મામલે રશિયાએ આપ્યો ઝાટકો
રશિયાએ પાકિસ્તાનની આ વિનંતીને ફગાવી દેતાં કહ્યું હતું કે, તે વર્તમાન સમયમાં આ મામલે કંઈ ના કરી શ કે કારણ કે તમામ વોલ્યુમ પ્રતિબદ્ધ છે. જેથી આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનને જોરદાર ફટકો પડ્યો છે.
Russia On Pakistan Request: ભારત અને ચીનની માફક રશિયા તરફથી ક્રૂડ ઓઈલમાં ખરીદવા નિકળેલા કંગાળ પાકિસ્તાનને અહીં પણ જોરદાર ઝટકો લાગ્યો છે. રશિયાએ પાકિસ્તાનને ક્રૂડ ઓઈલ પર 30થી 40 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન અમેરિકા અને યુરોપિયન દેશોના અનેક પ્રતિબંધો વચ્ચે પણ ભારત અને ચીન રશિયા પાસેથી સસ્તા દરે ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે.
રશિયાએ પાકિસ્તાનની આ વિનંતીને ફગાવી દેતાં કહ્યું હતું કે, તે વર્તમાન સમયમાં આ મામલે કંઈ ના કરી શ કે કારણ કે તમામ વોલ્યુમ પ્રતિબદ્ધ છે. જેથી આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનને જોરદાર ફટકો પડ્યો છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર મોસ્કોમાં મંત્રણા દરમિયાન પેટ્રોલિયમ રાજ્ય મંત્રી મુસદ્દેક મલિક, સંયુક્ત સચિવ અને મોસ્કોમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓના નેતૃત્વમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળે ક્રુડ ઓઈલની કિંમતમાં છુટછાટ આપવા માટે વિનંતી કરી હતી. અહેવાલો અનુસાર વાતચીત કોઈ જ સ્પષ્ટ નિષ્કર્ષ વિના સમાપ્ત થઈ ગઈ હતી. જો કે રશિયાએ ખાતરી આપી હતી કે તે પાકિસ્તાનની આ બાબત પર વિચાર કરશે અને બાદમાં રાજદ્વારી ચેનલો દ્વારા તેનો નિર્ણય જણાવશે.
મોટા ખરીદદારો સાથે પ્રતિબદ્ધ તમામ વોલ્યુમો : રશિયા
મીડિયા અહેવાલો અનુસાર, રશિયા વર્તમાન સમયમાં તેના વિશ્વસનીય અને મજબૂત અર્થવ્યવસ્થા ધરાવતા તેના મુખ્ય ગ્રાહક દેશોને સમાન દરે ક્રૂડ ઓઈલ ઓફર કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં તમામ વોલ્યુમો મોટા ખરીદદારો સાથે પ્રતિબદ્ધ છે.
પાકિસ્તાનના નાણામંત્રીએ આ આશંકા વ્યક્ત કરી હતી...
આ પહેલા પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે કહ્યું હતું કે, અમેરિકા રશિયા પાસેની ક્રુડ ઓઈલ ખરીદીની પ્રક્રિયામાં વિઘ્ન ઉભુ કરી શકે છે. ઈશાક ડારે નવેમ્બર મહિનામાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં તમામ મુદ્દા ઉપરાંત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
રશિયા સામેનું યુદ્ધ રોકવા માટે એલન મસ્કના પ્રસ્તાવ પર ભડક્યા યુક્રેનના રાષ્ટ્રપતિ, કહ્યુ- યુક્રેન આવો અને...
હાલના દિવસોમાં ટ્વિટરના નવા માલિક એલન મસ્ક ટ્વિટર પર પોલ કરીને દરેક મુશ્કેલ મુદ્દાનો ઉકેલ શોધી રહ્યા છે. તેઓ ટ્વિટર પર પોલિંગ કરાવે છે અને લોકોના અભિપ્રાય મુજબ કામ કરે છે. તાજેતરમાં તેમણે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને એક સર્વે પણ કર્યો હતો. આ પછી પોતાની સલાહ પણ આપી.
જોકે એલન મસ્કની સલાહ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને પસંદ પડી ન હતી અને તેમણે મસ્ક પર કટાક્ષ કર્યો હતો. યુદ્ધ સમાપ્ત કરવાના મસ્કના પ્રસ્તાવની ટીકા કરતા ઝેલેન્સકીએ મસ્કને તેમના યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.