(Source: Poll of Polls)
PM મોદીના ફેન થયા રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મેક ઇન ઇન્ડિયાની પ્રશંસા કરતા કહ્યુ- ઇકોનોમી પર જોવા મળી રહી છે અસર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવી તેમની પ્રશંસા કરી હતી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવી તેમની પ્રશંસા કરી હતી. તેમણે રશિયામાં સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડ્સને પ્રોત્સાહિત કરવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું હતું. 'મેક ઇન ઇન્ડિયા' કોન્સેપ્ટની પ્રશંસા કરતા પુતિને કહ્યું હતું કે ભારતને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. આ દરમિયાન પુતિને કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ પછી લાદવામાં આવેલા પ્રતિબંધોની રશિયન બજાર પર કોઈ અસર થઈ નથી.
PM Modi's 'Make in India' had visible effect on Indian economy: Russian President
— ANI Digital (@ani_digital) June 29, 2023
Read @ANI Story |https://t.co/zJ5U6z48pL#PMModi #MakeInIndia #RussianPresident #VladimirPutin pic.twitter.com/Z9T9fHaWtT
યુક્રેન યુદ્ધ બાદથી રશિયા સખત આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. આ પ્રતિબંધોને કારણે ત્યાંની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે અને ઉદ્યોગો અને વ્યવસાયો બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ પુતિન ઇચ્છે છે કે ભારતના 'મેક ઇન ઇન્ડિયા'ની જેમ રશિયામાં સ્વદેશી ઉત્પાદનો પર ભાર મૂકવામાં આવે અને તમામ જરૂરી વસ્તુઓ દેશમાં જ તૈયાર કરવામાં આવે.
મેક ઇન ઇન્ડિયા સકારાત્મક પરિણામો: રશિયન રાષ્ટ્રપતિ
આરટીએ એક રિપોર્ટમાં કહ્યું હતું કે પુતિને કહ્યું હતું કે અમારા મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેક ઈન ઈન્ડિયા'નો કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો. ભારતને આના સકારાત્મક પરિણામો મળ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઈન્ડિયા'ના કોન્સેપ્ટની ભારતીય અર્થવ્યવસ્થા પર 'સ્પષ્ટ અસર' થઇ છે.
મેક ઇન ઇન્ડિયાની અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ અસર છેઃ પુતિન
મોસ્કોમાં એક કાર્યક્રમમાં બોલતા પુતિને કહ્યું હતું, "ભારતમાં અમારા મિત્ર અને રશિયાના મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા 'મેક ઇન ઇન્ડિયા'નો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો. તેની ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ જ સ્પષ્ટ અસર પડી છે." તેમણે કહ્યું કે દેશ જે કંઈ પણ બનાવી રહ્યો છે તે સારું કામ કરી રહ્યો છે, તેને અપનાવવામાં કોઈ પાપ નથી. ખાસ કરીને આપણા સારા મિત્રોએ બનાવેલી વસ્તુઓ અપનાવવી જોઈએ.
પુતિને પ્રતિબંધોની અસરને ફગાવી દીધી
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા સહિતના યુરોપિયન દેશો દ્વારા લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોથી દેશને કોઈ અસર થઈ નથી. તેના કારણે રશિયન માર્કેટમાં ઘટાડો થયો નથી. તેમણે કહ્યું કે દેશમાંથી પશ્ચિમી કંપનીઓના જવાના કારણે રશિયન ઉદ્યોગ સાહસિકો માટે તકો વધી છે. તેમણે કહ્યું કે રશિયાને સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે નવી નીતિની જરૂર છે.
ભારતે સંરક્ષણ નિકાસમાં મોટી સિદ્ધિ હાંસલ કરી
પીએમ મોદીના 'મેક ઇન ઇન્ડિયા' વિઝનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે ભારત હથિયારો ખરીદવા કરતાં વિદેશમાંથી વધુ ટેક્નોલોજી ખરીદે છે. જેના કારણે દેશમાં હથિયારોના ઉત્પાદનો સાથે લોકોને રોજગારી પણ મળે છે. ભારતે હવે સંરક્ષણ નિકાસમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત આજે 85 થી વધુ દેશોમાં શસ્ત્રોની નિકાસ કરી રહ્યું છે.