શોધખોળ કરો

Putin Threat: 'યૂક્રેન યુદ્ધને ખતમ કરવા પરમાણું બૉમ્બ ફોડી શકે છે પુતિન', -અમિરકાના ગુપ્તચર વિભાગનો મોટો દાવો

ખરેખરમાં, અમેરિકન ગુપ્તચર વિભાગની પ્રમુખ ઇરવિન હેન્સ (Irwin Haynes) એ દાવો કર્યો છે કે, લાંબા ખેંચાતા યુદ્ધથી રશિયાને મોટુ નુકશાન થઇ રહ્યું છે

Russia Ukraine War: રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલી યુદ્ધ ખતમ થવાનુ નામ નથી લઇ રહ્યું, આ બધાની વચ્ચે હવે અમેરિકન ગુપ્તચર વિભાગે મોટો દાવો કર્યો છે. તેમને કહેવું છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) જો નથી જીતી શકતા, તો તે આ યુદ્ધને પુરુ કરવા માટે યૂક્રેનને બરબાદ કરવા માટે એટમી હુમલો (Nuclear Attack) પણ કરી શકે છે. 

ખરેખરમાં, અમેરિકન ગુપ્તચર વિભાગની પ્રમુખ ઇરવિન હેન્સ (Irwin Haynes) એ દાવો કર્યો છે કે, લાંબા ખેંચાતા યુદ્ધથી રશિયાને મોટુ નુકશાન થઇ રહ્યું છે. આશંકા દર્શાવવામાં આવી રહી છે કે, અત્યાર સુધી રશિયા દોઢ લાખથી વધુ સૈનિકોને ગુમાવી ચૂક્યુ છે. આર્થિક રીતે પણ નુકશાન મોટુ છે. પુતિન હવે આર કે પારના મૂડમાં આવી ગયા છે. 

લાંબા ખેંચાતા યુદ્ધથી પરેશાન પુતિન  -
અમેરિકાના ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પુતિન યુદ્ધને ત્રણ દિવસમાં ખતમ કરવાનું વિચારી રહ્યાં હતા, પરંતુ હવે વર્ષથી વધુ સમય નીકળી ચૂક્યો છે. આવામાં યુદ્ધને ખતમ કરવા માટે હવે તે પરમાણું બૉમ્બનો ઉપયોગ કરી શકે છે. આનાથી યૂક્રેનની ચિંતા પણ હવે પહેલાથી વધુ વધી ગઇ છે.  

9 માર્ચે રશિયાએ કર્યો મોટો હુમલો  -
આ પહેલા ગુરુવારે (9 માર્ચે) રશિયાએ ફરી એકવાર યૂક્રેન પર મોટો હુમલો કર્યો હતો, યૂક્રેનના કેટલાય શહેરોમાં રશિયન મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ અઠવાડિયામાં યૂક્રને પર રશિયાનો આ મોટો હુમલો છે. આમાં યૂક્રેનની રાજધાની કીવ પણ નિશાના પર રહી, અને રશિયાએ યૂક્રેનના ઉર્જા ઠેકાણાંઓ અને રહેણાંક વિસ્તારોમાં પણ મિસાઇલો વરસાવી હતી. આ પછી યૂક્રેનમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવી હતી. 

Russia Ukraine War: શું પુતિન હવે યુક્રેન પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા છે? રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં બંને દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ ક્ષણે યુદ્ધના અંતના કોઈ સંકેતો નથી. દરમિયાન, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે યુક્રેનિયનો પર સામૂહિક આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનને અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો તરફથી સતત સમર્થન મળી રહ્યું છે.

પુતિન યુક્રેન પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા છે?

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની સેનાને યુક્રેનમાં "સામૂહિક આત્મઘાતી હુમલા" કરવાનો આદેશ આપવાની યોજના બનાવી રહ્યા છે. આ ઓર્ડર આગામી ત્રણ મહિના માટે હોઈ શકે છે. યુક્રેન પર રશિયાના આક્રમણના ગોપનીય મૂલ્યાંકનને ટાંકીને, ધ મિરરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લશ્કરી નબળાઈ, નિષ્ફળતા અને મૃત્યુ એ કારણો છે જેના કારણે પુતિન આ નિર્ણયનો આશરો લઈ શકે છે.

રશિયાનું નુકસાન સતત વધી રહ્યું છે

આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ શરૂ કર્યાના બરાબર એક વર્ષ પછી રશિયાનું નુકસાન સતત વધી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્લાદિમીર પુતિન ત્રણ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે - પ્રથમ તો રશિયાની કાર્યવાહીને કારણે પડોશીઓ પર હુમલાનું જોખમ હોઈ શકે છે. બીજું એ કે યુક્રેનને પશ્ચિમી દેશોના હથિયારોની ડિલિવરીથી યુદ્ધમાં સફળતા મળવી જોઈએ. અને ત્રીજું એ છે કે ઝુંબેશ ભારે નુકસાન અને રશિયન લશ્કરી સ્થિરતા પછી સમાપ્ત થવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ
Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે વિટામીન B12ની ઉણપ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ
Embed widget