શોધખોળ કરો

અમેરિકાનો PK! કપડાં વિના રસ્તા પર ચાલતો જોવા મળ્યો એક વ્યક્તિ, પોલીસને કહ્યું- હું બીજી પૃથ્વીથી આવ્યો છું

અમેરિકાના રસ્તા પર નગ્ન અવસ્થામાં ચાલતો જોવા મળ્યો PK, પોલીસે પૂછ્યું તો આ વ્યકિતએ જણાવ્યું કે બીજા ગ્રહ પરથી આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી

Real Life PK In America: બોલિવૂડ ફિલ્મ 'પીકે' આવ્યાને 8 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આજે પણ આ ફિલ્મના ઘણા દ્રશ્યો આપણને હસાવે છે. આ ફિલ્મમાં આમિર ખાન એક એવા માણસની ભૂમિકા ભજવે છે જે દાવો કરે છે કે તે "અન્ય ધરતી"નો છે. ફિલ્મમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે જ્યાંથી આવ્યો હતો ત્યાં લોકો કપડાં પણ પહેરતા નથી. આવી જ એક ઘટના રિયલ લાઈફમાં બની છે જી હા આવો જ એક પીકે અમેરિકાના રસ્તા પર નગ્ન અવસ્થામાં ચાલતો જોવા મળ્યો હતો. જે મામલે પોલીસે તેની પૂછપરછ કરતાં તેને કબૂલ્યું કે તે અન્ય ગ્રહ પરથી આવ્યો છે. આ જાણીને પોલીસ ચૌકી ગઈ હતી અને રિયલ લાઈફના પીકેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે 

અમેરિકાના રસ્તા પરથી મળી આવ્યો PK!

હકીકતમાં આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકાના ફ્લોરિડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક વ્યક્તિ કપડાં વગર રસ્તા પર નગ્ન અવસ્થામાં ફરતો જોવા મળ્યો હતો. માહિતી મળતાં પોલીસે આ વ્યક્તિની ઘટનાસ્થળેથી ધરપકડ પણ કરી હતી.  પરંતુ જ્યારે ખબર પડી કે આ વ્યક્તિ બીજી ધરતીમાંથી આવ્યો હોવાનો દાવો કરી રહ્યો છે ત્યારે આશ્ચર્ય થયું.

8 માર્ચે બની હતી ઘટના 

8 માર્ચના રોજ આશરે રાત્રે 9:00 વાગ્યે (સ્થાનિક સમય), એક કર્મચારીએ વર્થ એવન્યુના 200 બ્લોકમાં એક નગ્ન માણસ ચાલતા હોવાની જાણ કરી પોલીસને બોલાવી હતી. આ પછી પોલીસે સ્થળ પર પહોંચીને તેની ધરપકડ કરી હતી. તેની ઓળખ 44 વર્ષીય જેસન સ્મિથ તરીકે થઈ છે.

રહસ્ય પરથી ઉઠ્યો પડદો...

ઘટના બાદ આરોપીને પામ બીચ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેણે પોલીસને પોતાનું નામ અને જન્મ તારીખ જણાવવાનો ઇનકાર કર્યો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે અમેરિકન આઈડી કાર્ડ પણ નથી. આ પછી તેણે પોતાનું નામ જેસન સ્મિથ જાહેર કર્યું અને પોલીસને કહ્યું કે તે એક અલગ પૃથ્વી પર રહે છે. જોકે પોલીસે તેની વધુ પૂછપરછ કરી તો તેણે સત્ય જણાવ્યું અને કહ્યું કે તે વેસ્ટ પામ બીચ (ફ્લોરિડા)માં રહે છે. જણાવી દઈએ કે પોલીસે 44 વર્ષીય જેસન સ્મિથ વિરુદ્ધ ત્રણ ગુનાહિત કલમોમાં કેસ નોંધ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget