શોધખોળ કરો

Russia Attack On Kherson: રશિયાએ યુક્રેનના ખેરસૉન પર કર્યો હુમલો, 21 લોકોના મોત, ઝેલેન્સ્કીએ કહ્યુ- દુનિયા જુએ આ તબાહી

રશિયાના ખેરસૉન પર હુમલા બાદ યુક્રેનના અધિકારીઓએ આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે.

Russia Attack On Kherson: રશિયા અને યુક્રેન વચ્ચે 14 મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોની સેનાઓ એકબીજા પર  સતત હુમલા કરી રહી છે. દરમિયાન, રશિયન સેનાએ બુધવારે (3 મે) ના રોજ યુક્રેનના દક્ષિણ ખેરસૉન વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં યુક્રેનના 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 48 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

રશિયાના ખેરસૉન પર હુમલા બાદ યુક્રેનના અધિકારીઓએ શુક્રવાર (5 મે)થી આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ ખેરસૉનના મુખ્ય વિસ્તારો સિવાય રશિયાએ નજીકના બે ગામો પર પણ હુમલો કર્યો હતો. આ પહેલા બુધવારે પણ યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ઘાતક ડ્રોન હુમલો કર્યો હતો.

રશિયન હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એ કહ્યું હતું કે આ હુમલામાં એક રેલ્વે સ્ટેશન, રેલ્વે ક્રોસિંગ, ઘર, હાર્ડવેર સ્ટોર્સ, સુપરમાર્કેટ અને એક ગેસ સ્ટેશન ખરાબ રીતે નષ્ટ થયા હતા.

ગયા વર્ષે નવેમ્બરમાં રશિયન સેનાએ ખેરસૉન શહેરમાંથી પોતાના સૈનિકોને હટાવી લીધા હતા. ખેરસૉન શહેર દક્ષિણ યુક્રેનની સરહદ પર આવેલું છે. ટેલિગ્રામ પર માહિતી આપતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે ખેરસૉન હુમલામાં અત્યાર સુધીમાં 21 લોકો માર્યા ગયા છે અને 48 ઘાયલ થયા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ હુમલા સાથે સંબંધિત એક તસવીર જાહેર કરી

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર હુમલામાં નુકસાન પામેલા સુપરમાર્કેટની તસવીર પોસ્ટ કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે સુપરમાર્કેટના ફ્લોર પર મૃતદેહો અને ઘાયલ લોકો પડ્યા છે. તેમની આસપાસ કાટમાળ ફેલાયો હતો. તેના પર ઝેલેન્સકીએ કહ્યું કે દુનિયાને આ જોવાની અને જાણવાની જરૂર છે. રશિયાએ ખેરસૉન હુમલાને મોટો હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રશિયન હુમલામાં માર્યા ગયેલા 12 લોકો ખેરસૉન શહેરના હતા અને બાકીના આસપાસના ગામોના હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget