રશિયા વિરુદ્ધ જર્મન મિસાઇલોના ઉપયોગ પર ભડક્યા, પુતિન ન્યૂક્લિયર વૉરની આપી ધમકી
રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનને રશિયાની અંદરના સૈન્ય મથકો પર કેટલાક અમેરિકી શસ્ત્રો લોન્ચ કરવાની પરવાનગી આપી હતી
રશિયા(Russia)ના પ્રમુખ વ્લાદિમીર પુતિને બુધવારે કહ્યું હતું કે જો યુક્રેનને લાંબા અંતર સુધી રશિયામાં હુમલો કરી શકે તેવા પશ્ચિમી શસ્ત્રોથી હુમલો કરવાની છૂટ આપવામાં આવશે તો રશિયા યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના યુરોપિયન સાથીઓ વિરુદ્ધ મિસાઇલો તૈનાત કરી શકે છે. એજન્સી અનુસાર, પુતિને કહ્યું કે પશ્ચિમી દેશોનું એમ માનવું ખોટું છે કે રશિયા ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે. આ સિવાય પુતિને જર્મનીને ચેતવણી આપી છે કે યુક્રેન દ્વારા રશિયા પર હુમલો કરવા માટે તેમના હથિયારોનો ઉપયોગ કરવો 'ખતરનાક પગલું' હશે. તેના જવાબમાં રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
#UPDATE Russian President Vladimir Putin criticised the West's delivery of long-range weapons to Ukraine, arguing Moscow could arm countries with such munitions to attack Western targets. He rejected suggestions Russia planned to attack NATO members
— AFP News Agency (@AFP) June 5, 2024
🇷🇺 ➡️ https://t.co/5XOI7n10h0 pic.twitter.com/y2Us09MVZ9
તાજેતરમાં નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે યુક્રેનને રશિયન પ્રદેશો પર હુમલો કરવા માટે પશ્ચિમી હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે હાકલ કરી હતી. આ મુદ્દાના પ્રશ્ન પર પુતિને ચેતવણી આપી હતી કે કિવને વધુ શક્તિશાળી શસ્ત્રો સાથે રશિયા પર હુમલો કરવાની મંજૂરી આપવી એ એક ગંભીર મુદ્દો છે, જે પશ્ચિમને રશિયા સાથે યુદ્ધ તરફ લઈ જઈ રહ્યું છે.
પુતિન આ દેશોની નજીક મિસાઈલો તૈનાત કરશે
પુતિને એમ પણ કહ્યું હતું કે મોસ્કો આવી જ હાઇ ટેકનોલોજી ધરાવતી લાંબા અંતરની મિસાઇલોને એ દેશોની નજીક તૈનાત કરવા પર વિચાર કરી રહ્યું છે જેણે યુક્રેનને આવી મિસાઇલોથી રશિયન પ્રદેશ પર હુમલો કરવાની મંજૂરી આપી છે. પુતિને સ્પષ્ટતા કરી નથી કે તેઓ આવી મિસાઇલો ક્યાં તૈનાત કરવાનું વિચારી રહ્યા છે.
રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનને રશિયાની અંદરના સૈન્ય મથકો પર કેટલાક અમેરિકી શસ્ત્રો લોન્ચ કરવાની પરવાનગી આપી હતી. યુ.એસ. હજુ પણ યુક્રેનને ATACMS સાથે રશિયા પર હુમલો કરતા અટકાવે છે, જેની રેન્જ 186 માઈલ (300 કિમી) સુધી છે.
બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ કેમરૂને 3 મેના રોજ કિવની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવા માટે બ્રિટન દ્વારા પૂરા પાડવામાં આવતા શસ્ત્રોનો ઉપયોગ કરવાનો અધિકાર છે અને તે કિવ પર નિર્ભર છે કે તે આવું કરવા માંગે છે કે નહીં.