શોધખોળ કરો
Advertisement
રશિયાનો દાવોઃ ક્લિનિકલ ટ્રાયલ 100 ટકા સફળ, બ્રિટેને કહ્યું- નહીં કરીએ ઉપયોગ
રશિયાની સરકારનો દાવો છે કે Gam-Covid-Vac Lyo નામની આ રસી ઓગસ્ટમાં રજિસ્ટર થઈ જશે અને સપ્ટેમ્બરમાં તેનું માસ પ્રોડક્શન પણ શરૂ થઈ જશે.
મોસ્કોઃ રશિયાએ દાવો કર્યો છે કે તેની કોરોના વાયરસની રસી ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. આ રસીને મોસ્કો સ્થિતિ રશિયા સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલ એક સંસ્થા ગેમાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે બનાવી છે. વેક્સીનનું ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયું હતું. ટ્રાયલ રિપોર્ટ અનુસાર, જે વોલન્ટિયર્સને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો તેમનામાં વાયરસ વિરૂદ્ધ ઇમ્યુનિટી વિકસિત થઈ છે. કોઈપણ વોલન્ટિયર્સમાં નેગેટિવ સાઈડઈફેક્ટ જોવા નથી મળી. ટ્રાયલના પરિણામ બાધ રશિયાની સરકારે વેક્સીનના વખાણ કર્યા છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વેક્સીનના ઉપયોગને લઈને ચેતવણી આપી છે. જ્યારે બ્રિટેને પણ રશિયાની રસીનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે.
રશિયાની સરકારનો દાવો છે કે Gam-Covid-Vac Lyo નામની આ રસી ઓગસ્ટમાં રજિસ્ટર થઈ જશે અને સપ્ટેમ્બરમાં તેનું માસ પ્રોડક્શન પણ શરૂ થઈ જશે. સાથે જ ઓક્ટોબરમાં દેશભરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે.
રશિયાની રસી પર શા માટે ઉઠી રહ્યા છે સવાલ
બ્રિટેન-અમેરિકા સહિત તમામ યૂરોપીય દેશના કેટલાક એક્સપર્ટ્સ રશિયન વેક્સીનની સેફ્ટી અને અસરકારકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. વાત એમ છે કે તેમને રશિયાના ફાસ્ટ ટ્રેક એપ્રોચથી તકલીફ છે. કેટલાક નિષ્ણાંતોએ વેક્સીનને ઝડપથી વિકિસત કરવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વેક્સીનની સુરક્ષા પ્રત્યે સુનિશ્ચિત થયા વગર જ રાષ્ટ્રીય પ્રતિષ્ઠાને કારણે લેવામાં આવેલ નિર્ણય ગણાવ્યો છે. અમેરિકામાં સૌથી મોટી મહામારી રોર નિષ્ણાંત એંથોની ફાઉચીએ આશંકા વ્યક્ત કરી છે કે રશિયા અને ચીનની રસી અસરકારક અને સેફ નથી. તેમણે આ રસીની તપાસની માગ કરી છે.
નોંધનીય છે કે, રશિયાએ વેક્સીન ટેસ્ટિંગને લઈને કોઈ સાન્ટિફિક ડેટા બહા પાડ્યો નથી. આ કારણે નિષ્ણાંતો રસીની અસરકારકતા અને સેફ્ટીને લઈના આશંકા વ્યક્ત કરી રહ્યા છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગેમાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો પર રશિયાના રક્ષા મંત્રાલયનું દબાણ છે. રશિયાની સરકાર પોતાના દેશને ગ્લોબલ સાઇન્ટિફિક ફોર્સ તરીકે રજૂ કરવા માગે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement