Video: રશિયામાં રનવે પર પેલેસ્ટાઇન સમર્થકોનો કબજો, પ્લેનમાં શોધવા લાગ્યા હતા ઇઝરાયલના નાગરિકોને
Russia: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલ ગાઝામાં સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે
Russia: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયલ ગાઝામાં સતત સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. આ બધાની વચ્ચે રવિવારે પેલેસ્ટાઈન સમર્થકો દક્ષિણી રશિયન વિસ્તાર દાગિસ્તાનના મખાચકાલા શહેરમાં એરપોર્ટના રનવે પર અચાનક પહોંચી ગયા હતા. આ સમય દરમિયાન, વિરોધ કરી રહેલા લોકોએ રનવે બંધ કરી દીધો હતો, ત્યારબાદ રશિયન એવિએશન ઓથોરિટી રોસાવિયાત્સિયાએ દાગેસ્તાન ક્ષેત્રમાં જતી તમામ ફ્લાઇટ્સ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરી હતી.
BREAKING:
— Visegrád 24 (@visegrad24) October 29, 2023
A Lynch mob has stormed the airport in Dagestan, Russia and is now going from plane to plane looking for Jewish passengers.
A plane from Tel Aviv was landing.
In this video, they interrogate one of the plane technicians, asking him:
"tell us where the Jews are" pic.twitter.com/CEHrjrBmez
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ લોકો ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીની નિંદા કરવા માટે એકઠા થયા હતા. દેખાવકારોનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રદર્શનકારીઓ એર ટર્મિનલમાં પ્રવેશતા અને પછી અંદરના તમામ રૂમને તોડી નાખતા જોઈ શકાય છે. વિરોધીઓએ પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવતા અને "અલ્લાહુ અકબર" ના નારા લગાવતા એરપોર્ટ બિલ્ડીંગ પર હુમલો કર્યો હતો. અહીં તેઓએ યહુદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને તેલ અવીવ, ઇઝરાયલથી આવતી ફ્લાઇટ્સ પર આવતા મુસાફરોની શોધ કરી હતી.
A mob looking for Israelis and Jews overran an airport in Russia's Caucasus republic of Dagestan on Sunday, after rumours spread that a flight was arriving from Israel.
— AFP News Agency (@AFP) October 30, 2023
The violence in the mostly Muslim region comes as war rages between Israel and Hamashttps://t.co/6Zlwl7vfpG pic.twitter.com/VMPvVHc9li
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પ્રદર્શનકારીઓ બળજબરીથી દરવાજો ખોલી રહ્યા છે. કેમેરાની પાછળનો વ્યક્તિ અભદ્ર ભાષામાં બૂમો પાડી રહ્યો છે અને દરવાજા ખોલવાનું કહી રહ્યો છે. આ દરમિયાન તે એરપોર્ટ કર્મચારીઓ પર ગુસ્સે થઈ રહ્યો છે. એક મહિલા રશિયનમાં કહી રહી છે, "અહીં કોઈ ઈઝરાયલી નથી." ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદર્શનકારીઓનો ઉદ્દેશ્ય ઇઝરાયલના નાગરિકો પર હુમલો કરવાનો હતો.
Palestine rioters in Makhachkala airport in Russia searching for Jews when a flight from Israel just landed. pic.twitter.com/cJDdrEiT0d
— Hen Mazzig (@HenMazzig) October 29, 2023
દાગિસ્તાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલોમાં પોલીસ અધિકારીઓ અને નાગરિકોનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓ સામે કાર્યવાહી કરાઇ રહી છે
ઇઝરાયલે યહૂદીઓની સુરક્ષા કરવા વિનંતી કરી
બીજી તરફ, પરિસ્થિતિને જોતા ઇઝરાયલે રશિયન સત્તાવાળાઓને ઇઝરાયલ અને યહૂદીઓની સુરક્ષા કરવા વિનંતી કરી હતી. જેરુસલેમમાં વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોસ્કોમાં ઇઝરાયલ ના રાજદૂત રશિયન અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ઇઝરાયલ પોતાના નાગરિકો અને યહૂદીઓને ક્યાંય પણ નુકસાન પહોંચાડવાના પ્રયાસોને ગંભીરતાથી લે છે." સ્ટેટ ડિપાર્ટમેન્ટના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ઇઝરાયલ અપેક્ષા રાખે છે કે રશિયન સત્તાવાળાઓ તમામ ઇઝરાયલી નાગરિકો અને યહૂદીઓનું રક્ષણ કરે.