શોધખોળ કરો
રશિયાના નવા અભ્યાસમાં દાવો- ગરમ પાણી પીવાથી ખત્મ થઈ શકે છે કોરોના વાયરસ
72 કલાકમાં પાણીથી વાયરસને ખત્મ કરી શકાય છે. રુમના તાપમાનમાં તે 90 ટકા વાયરસના કણ ખત્મ થઈ જાય છે.

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસને સામનો કરવા માટે અનેક સંશોધનો પર કામ ચાલી રહ્યું છે. સાથે જ તેનાથી બચવા માટે પણ બધાએ થોડા થોડા સમયે સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને માસ્ક પહેરાવનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે રશિયાના સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ બાયોટેક્નોલોજી વેક્ટરમાં કરવામાં આવેલ એક અભ્યાસમાં નવો ખુલાસો થયો છે. ત્યાંના વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં દાવો કર્યો છે કે પાણીથી કોરોના વાયરસ પૂરી રીતે ખત્મ થઈ શકે છે. ગરમ પાણીથી ખત્મ થઈ શકે છે કોરોના વાયરસ સ્ટડી અનુસાર 72 કલાકમાં પાણીથી વાયરસને ખત્મ કરી શકાય છે. રુમના તાપમાનમાં તે 90 ટકા વાયરસના કણ ખત્મ થઈ જાય છે. જ્યારે 72 કલાકમાં 99.9 ટકા સુધી ખત્મ થઈ જાય છે. તેની સાથે જ વૈજ્ઞાનિકોનો દાવો કર્યો છે કે ગરમ પાણી પીવાથી વાયરસને તરત જ પુરી રીતે સમાપ્ત કરી શકાય છે. સમુદ્ર અને તાજા પાણીને લઈને આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમાં આ વાયરસ વધતા નથી અને કેટલાક પરિસ્થિતિઓમાં તે પાણીમાં રહી શકે છે.
વધુ વાંચો





















