(Source: ECI/ABP News/ABP Majha)
રશિયામાં ભારતીય દૂતાવાસે વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઇડલાઇન, જાણો શું કહ્યુ?
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 16મો દિવસ છે. રશિયામાં ભારતીય દૂતાવાસે રશિયામાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે.
મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 16મો દિવસ છે. રશિયામાં ભારતીય દૂતાવાસે રશિયામાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે. રશિયામાં ભારતીય દૂતાવાસે ગાઇડલાઇનમાં જણાવ્યું હતું કે હાલમાં દેશ છોડવા માટે સુરક્ષાનું કોઇ કારણ નથી. જોકે દૂતાવાસે કહ્યું કે રશિયામાં બેન્કિંગ સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે જેથી આ સમસ્યાનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ દેશ છોડી શકે છે.
Latest guidelines for Indian students studying in Russia.
— India in Russia (@IndEmbMoscow) March 11, 2022
Read -https://t.co/9pm1ZCu5wr pic.twitter.com/srApqRw389
નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં સરકાર રશિયા છોડવા પાછળ કોઇ સુરક્ષાનું કારણ જોઇ રહી નથી. રશિયામાં ભારતીય દૂતાવાસને રશિયાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ તરફથી સલાહ લેવા માટેના સંદેશાઓ મળી રહ્યા હતા. દૂતાવાસે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓને આશ્વાસન આપવામાં આવે છે કે હાલમાં દેશ છોડવા પાછળ કોઇ સુરક્ષાના કારણો દેખાતા નથી. દૂતાવાસ વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સુરક્ષાના સંદર્ભમાં સંબંધિત અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે. જો કે, રશિયામાં બેંકિંગ સેવાઓમાં ખામી સર્જાઇ હોવાના કારણે જે વિદ્યાર્થીઓને આ અંગેની ચિંતા હોય તે ભારત પરત જવાનું વિચારી શકે છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની શૈક્ષણિક પ્રવૃતિઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રાખવા સંબંધિત યોગ્ય પગલાં અંગે તેમની સંબંધિત યુનિવર્સિટીઓ સાથે પરામર્શ કરી અંતિમ નિર્ણય લે. અનેક યુનિવર્સિટીઓએ દૂતાવાસને જાણ કરી છે કે તે અગાઉથી ઓનલાઇન શિક્ષણ આપી રહી છે.
5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજ્યસભામાં વિપક્ષનો દરજ્જો ગુમાવી દેશે કોંગ્રેસ?
Punjab CM Oath Ceremony: આ તારીખે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લેશે ભગવંત માન