56 દિવસ માટેના આ કંપનીઓના ડેઇલી ઇન્ટરનેટ પ્લાન છે સૌથી બેસ્ટ, ઓછી કિંમતમાં શું બીજો વધારાનો ફાયદો, જાણો......
ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે સમય સમયે નવા નવા પ્લાન લૉન્ચ કરે છે. આમાં ડેટા વાળા કેટલાય પ્રીપેડ પ્લાન ઓફર કરવામાં આવે છે
![56 દિવસ માટેના આ કંપનીઓના ડેઇલી ઇન્ટરનેટ પ્લાન છે સૌથી બેસ્ટ, ઓછી કિંમતમાં શું બીજો વધારાનો ફાયદો, જાણો...... best 56 days internet plan of jio vs airtel vs vi with full details 56 દિવસ માટેના આ કંપનીઓના ડેઇલી ઇન્ટરનેટ પ્લાન છે સૌથી બેસ્ટ, ઓછી કિંમતમાં શું બીજો વધારાનો ફાયદો, જાણો......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/2b885291e9e893f34786e0d957dc1ea0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે સમય સમયે નવા નવા પ્લાન લૉન્ચ કરે છે. આમાં ડેટા વાળા કેટલાય પ્રીપેડ પ્લાન ઓફર કરવામાં આવે છે. ખાસ વાત છે કે આજકાલના ગ્રાહકો દરરોજ 1.5 જીબી ડેટા વાળા પ્લાન શોધે છે, અને આને ટાર્ગેટ કરીને કંપનીઓ પણ આવા પ્લાન આપી રહી છે. અહીં અમે તમને રિલાયન્સ જિઓ, એરટેલ અને વૉડાફોન-આઇડિયાના 56 દિવસની વેલિડિટી વાળા પ્લાન બતાવી રહ્યાં છીએ, જેમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા આપવામા આવી રહ્યો છે. જાણો પ્લાન વિશે.........
Reliance Jioનો દરરોજ 1.5 જીબી અને 56 દિવસ વાળો પ્લાન -
રિલાયન્સ જિઓની પાસે 479 રૂપિયાનો એક રિચાર્જ પ્લાન અવેલેબલ છે. આમાં તમને 56 દિવસની વેલિડિટી માટે 1.5GB પ્રતિદિવસ આપવામાં આવે છે. આ પ્લાન અનલિમીટેડ વૉઇસ કૉલ અને 100 એસએમએસ પ્રતિદિવસની સુવિધા આપે છે. આની સાથે જ Jio એપ્લિકેશનનો એક્સેસ પણ મળે છે. જિઓ એપ્સમાં Jio Cinema, Jio TV અને Jionews જેવી એપ્સ સામેલ છે.
Airtelનો દરરોજ 1.5 જીબી અને 56 દિવસ વાળો પ્લાન -
એરટેલનો મિડ ટર્મ પ્લાન પણ કિંમતના મામલામાં જિઓ જેવો જ છે. એરટેલના પ્રીપેડ પ્લાનની કિંમત 479 રૂપિયા છે. જેમાં 56 દિવસની વેલિડિટીની સાથે 1.5GB પ્રતિદિવસ આપવામાં આવે છે. આ પ્લાન અનલિમિટેડ વૉઇસ કૉલ અને 100 એસએમએસ પ્રતિદિવસની સાથે સાથે મોબાઇલ એડિશન પ્રાઇમ વીડિયો ફ્રી ટ્રાયલ, ફ્રી હેલોટ્યૂન્સ અને વિન્ક મ્યૂઝિકનુ મફત સબ્સક્રિપ્શન પણ મળે છે.
Vodafone-idea નો દરરોજ 1.5 જીબી અને 56 દિવસ વાળો પ્લાન -
તમને જાણીને હેરાની થશે કે વૉડાફોન-આઇડિયા પણ આ કિંમત વાળો પ્લાન ઓફર કરે છે. આમાં પણ 56 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા અને અનલિમીટેડ વૉઇસ કૉલના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મૂવીઝ એન્ડ ટીવી, બિન્જ ઓલ નાઇટ અને વીકેન્ડ ડેટા રોલઓવરની સુવિધા આપવામાં આવી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)