શોધખોળ કરો

Russia Ukraine War: રશિયાના પત્રકારે નોબેલ પારિતોષિકની હરાજી કરી મેળવ્યા કરોડો રુપિયા, પત્રકારની થઈ પ્રસંશા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત છે. યુક્રેનમાં ભારે તબાહી વચ્ચે મોટી સંખ્યામાં લોકોનું પલાયન થયું છે. યુક્રેનમાં યુદ્ધથી બાળકો ઘણા પ્રભાવિત થયા છે.

Russian Journalist Help Ukrainian Children: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત છે. યુક્રેનમાં ભારે તબાહી વચ્ચે મોટી સંખ્યામાં લોકોનું પલાયન થયું છે. યુક્રેનમાં યુદ્ધથી બાળકો ઘણા પ્રભાવિત થયા છે. આ સ્થિતિમાં રશિયાના પત્રકારે (Russian Journalist) યુક્રેનમાં બાળકોની મદદ માટે પોતાનું નોબેલ પ્રાઈઝની હરાજી કરી દીધી છે. રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવેને (Dmitry Muratov) શાંતિ ક્ષેત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. આ નોબેલ પ્રાઈઝની (Nobel Peace Prize) દમિત્રિએ હરાજી કરી છે. 

રમક UNICEFને ટ્રાન્સફર કરશેઃ
રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવને નોબેલ પુરસ્કારની હરાજીની જે રકમ મળશે તે રકમને યુક્રેન યુદ્ધમાં વિસ્થાપિત થયેલા બાળકોની મદદ માટે દાન કરશે. તેઓ આ રુપિયા બાળકો માટે કામ કરતી વિશ્વની મોટી સંસ્થા યૂનીસેફને ટ્રાન્સફર કરશે જેથી કરીને બાળકોને મદદ કરી શકાય. બાળકો માટે નોબેલ પારિતોષિકની હરાજી કરવાના આ પગલાની વિશ્વભરમાં પ્રસંશા થઈ રહી છે.

રશિયાના પત્રકારે નોબેલ પદક કેમ નીલામ કર્યું?
રશિયા અને યુક્રેનમાં થઈ રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના પત્રકાર અને સ્વતંત્ર સમાચાર પત્ર નોવાયા ગજેટાના મુખ્ય સંપાદક રહેલા દમિત્રિ મુરાતોવે સોમવારે યુક્રેન યુદ્ધમમાં વિસ્થાપિત થયેલા બાળકોને મદદ કરવા માટે પોતાના નોબેલ શાંતિ પુરસ્કારના સુવર્ણ પદકની 103.5 મિલિયન ડોલરમાં હરાજી કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન વરિષ્ઠ પત્રકાર દમિત્રિએ કહ્યું કે, તેઓ એ બાળકો માટે ચિંતિત છે જેઓ યુક્રેનમાં જંગ દરમિયાન અનાથ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, "આમે બાળકોનું ભવિષ્ય તેમને પરત આપવા માંગીએ છીએ."

દમિત્રિ મુરાતોવે ક્યારે જીત્યો હતો નોબેલ પારિતોષિકઃ
રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવે વર્ષ 2021માં ફિલીપીન્સના પત્રકાર મારિયા રસા સાથે શાંતિનો નોબેલ પારિતોષિક (Nobel Peace Prize) જીત્યો હતો. સમિતિએ તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે તેમના પ્રયાસો માટે સમ્માનિત કર્યા હતા. તેઓ એ પત્રકારોના ગ્રુપમાં હતા જેમણે સોવિયત સંઘના પતન બાદ 1993માં નોવાયા ગજેટાની સ્થાપના કરી હતી. એ વર્ષે દેશની અંદર અને બહાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમની રણનીતિની આલોચના કરનાર એકમાત્ર પ્રમુખ છાપું (વર્તમાનપત્ર) બની ગયું હતું. ત્યારબાદ રશિયાએ આ વર્તમાનપત્રના સંચાલન ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Accident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્તGujarat Farmer : ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતર માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબરCongress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ભારતના આ ગામમાં લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાનની જેમ પૂજે છે, કેવી રીતે શરૂ થઈ આ પરંપરા?
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Embed widget