Russia Ukraine War: 60 વર્ષથી મોટી મહિલાઓ પર દુષ્કર્મ કરીને ફાંસી આપી રહ્યા છે રશિયન સૈનિક, યુક્રેનના સાંસદના આરોપથી ખળભળાટ
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો 24મો દિવસ છે. રશિયન સેનાએ યુક્રેનના લગભગ તમામ મોટા શહેરોને તબાક કરી દીધા છે.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો 24મો દિવસ છે. રશિયન સેનાએ યુક્રેનના લગભગ તમામ મોટા શહેરોને તબાક કરી દીધા છે. આ દરમિયાન યુક્રેનના સાંસદે રશિયન સેના પર મોટો આરોપ લગાવ્યો છે. સાંસદે કહ્યું કે, રશિયન સૈનિકો યુક્રેનના શહેરોમાં બળાત્કાર કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, રશિયન સૈનિકો 60 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ પર બળાત્કાર કર્યા બાદ તેમને ફાંસી પર લટકાવી રહ્યા છે.
યુક્રેનના વિપક્ષ હોલોસ પાર્ટીના સાંસદ લેસિયા વાસિલેંકોએ દાવો કર્યો કે, રશિયન સૈનિકો 60 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ પર રેપ કરી રહ્યા છે. હિંસાથી બચવા માટે અનેક મહિલાઓ યૌન શોષણ બાદ આત્મહત્યા કરી રહી છે. જ્યારે અમુક એટલી નબળી હતી કે રેપ બાદ મોતને ભેટી હતી.
પીડિત નથી ઉઠાવી રહ્યા અવાજ
લેસિયા વાસિલેંકોએ કહ્યું કે, યુદ્ધ દરમિયાન 60 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને બળાત્કાર બાદ મારી નાંખવામાં આવી કે તેમણે ખુદનો જીવ આપી દીધો. મુખ્ય સમસ્યા એ છે કે પીડિતો અને પરિવારો પાસે પોતાની સાથે થયેલા અન્યાય સામે આગળ આવીને અવાજ ઉઠાવવાની તાકાત કે ક્ષમતા નથી.
મહિલાઓ પર રેપ બાદ આપવામાં આવી રહી છે ફાંસી
સાંસદે આગળ કહ્યું કે, જે મહિલાઓ પર રેપ કરવામાં આવ્યો તેમાંથી કેટલાકને ફાંસી આપવામાં આવી છે. અમે આ અન્યાય સામે પુરાવા એકાઠા કરી રહ્યા છીએ. યુદ્ધ દરમિયાન થયેલા આ અપરાધનો મુદ્દો અમે યુરોપિયન કન્વેંશન ઓફ હ્યુમન રાઈટ્સમાં લઈ જશું.
રશિયન આર્મીએ અત્યાર સુધીમાં 1080થી વધુ મિસાઇલ છોડ્યાનો અમેરિકાનો દાવો
યુક્રેનમાં મિસાઇલ જ રશિયાનું સૌથી મોટું હથિયાર છે. રશિયા અત્યાર સુધીમાં 1000થી વધારે મિસાઇલ છોડી ચુક્યું છે. 24 દિવસોમાં યુક્રેનના શહેર ખંડેર બની ગયા છે. અમેરિકાએ દાવો કર્યો છે કે યુક્રેન પર અત્યાર સુધીમાં 1080થી વધારે મિસાઇલ છોડી છે. યુકેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ અમે શક્ય હોય તેટલી રશિયન મિસાઇલ તોડી રહ્યા છીએ. અમારી પાસે પૂરતા મિસાઈલ વિરોધી હથિયાર ન હોવા છતાં અમે તેમના વિમાનો અને હેલિકોપ્ટર નાશ કરી રહ્યા છીએ. અમારી પાસે પૂરતા વિમાનો પણ નથી. પરંતુ અમારો ઈરાદો લોકોની રક્ષા કરવાનો છે.