Russia Ukraine War: ફેસબુકની મોટી કાર્યવાહી, રશિયાની મીડિયા ચેનલોને સમગ્ર વિશ્વમાં બેન કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે મોટો નિર્ણય કર્યો છે. ફેસબુકે રશિયાના મીડિયા ચેનલો પર બેન લગાવવાનું એલાન કરવામાં આવ્યું છે.
રશિયા અને યૂક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાથી નારાજ તમામ દેશો તેના પર કડક પ્રતિબંધો લગાવી રહ્યા છે. તેની વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે મોટો નિર્ણય કર્યો છે. ફેસબુકે રશિયાના મીડિયા ચેનલો પર બેન લગાવવાનું એલાન કરવામાં આવ્યું છે. આ બેન પૂરી દુનિયામાં લગાવવામાં આવ્યો છે. સમગ્ર દુનિયામાં લોકો હવે રશિયા કે મીડિયા ચેનલને ફેસબુક પર નહી જોઈ શકે. ફેસબુકે કહ્યું છે કે રશિયન ચેનલ ન તો તેનો પ્રચાર કરી શકશે કે ન તો કોઈ કમાણી.
રશિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ક્રેશ
રશિયામાં સોશિયલ મીડિયા સાઇટ્સ ક્રેશ કરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ક્રેશ થયા છે. લોકોના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુઝ કરવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. યુક્રેન પર હમલે પછી રશિયાની મુશ્કેલી વધી રહી છે અને દુનિયામાં તેના પર કડક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.
રશિયા અને યુક્રેનિયનમાં ભીષણ જંગ ચાલુ
રશિયા અને યુક્રેનિયન વચ્ચે પણ જંગ ચાલુ છે. રશિયન હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. બંને દેશોમાં એક બીજાની સેનાને માર્યાનો દાવો કરવામાં આવે છે. યુક્રેનિયન પર રશિયન સૈનિકો ભારે પડી રહ્યા છે. આ વચ્ચે ઘણા દેશોએ યૂક્રેનને મદદ માટે કહ્યું છે. અમેરિકા, બ્રિટન સહિત 28 દેશોએ યૂક્રેનને મેડિકલ સપ્લાય સાથે લશ્કરની સહાયતા આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેની સાથે જ આ દેશોએ હથિયાર પણ આપવાની વાત કરી છે.
રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેનમાં દમ તોડતા અને દેશ છોડીના ભાગતાં લોકોની તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે. આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે.
વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું કરી વિનંતી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હોવાનો દાવો કર્યો છે. તેણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેણે પીએમ મોદી સાથે વાત કરી છે. યુક્રેન દ્વારા રશિયન સેનાને ભગાડવા ભારતને યુએનએસસીમાં રાજકીય સમર્થન આપવા તેમણએ વિનંતી કરી હતી.