શોધખોળ કરો

અમેરિકાના ફાઇટર પ્લેન F-35ને ટક્કર આપવા રશિયાએ રજૂ કર્યું પોતાનું પ્લેન, જાણો શું છે તેની ખાસિયતો

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે પોતાનું પાંચમી પેઢીનું અત્યાધુનિક સુખોઇ ફાઇટર પ્લેન Su-57Eને મોસ્કોની નજીક આયોજીત એર શોમાં નિકાસ માટે દુનિયા સામે રજૂ કર્યું હતું.

નવી દિલ્હીઃ દુનિયામાં ઝડપથી વધતી આર્મ્સ રેસ વચ્ચે રશિયાએ અમેરિકાના F-35 સ્ટીલ્થ ફાઇટર પ્લેનને ટક્કર આપવા માટે પોતાનું ફાઇટર પ્લેન મેદાનમાં ઉતાર્યું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે પોતાનું પાંચમી પેઢીનું અત્યાધુનિક સુખોઇ ફાઇટર પ્લેન Su-57Eને મોસ્કોની નજીક આયોજીત એર શોમાં નિકાસ માટે દુનિયા સામે રજૂ કર્યું હતું. આ વિમાન રડારની પક્કડમાં આવ્યા વિના સુપરસોનિક સ્પીડથી ઉડાણ ભરીને દુશ્મનના અડ્ડાઓને નષ્ટ કરી શકે છે. એર શો દરમિયાન આ ફાઇટર પ્લેનને જોઇને તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તઇપ એર્દોઆન ખુશ થઇ ગયા હતા અને ત્યાં જ તેમણે સુખોઇ ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરી દીધો હતો. એર્દોગાને પુતિનને કહ્યું કે, શું આ વિમાન વેચાણ માટે તૈયાર છે. જેના પર પુતિને કહ્યું કે, હા તમે તેને ખરીદી શકો છો. આ અગાઉ તુર્કી અમેરિકા પાસેથી પાંચમી પેઢીનું ફાઇટર પ્લેન F-35 ખરીદી રહ્યુ હતુ પરંતુ તુર્કીએ રશિયા પાસેથી S-400 મિસાઇ ડિફેન્સ સિસ્ટમ ખરીદ્યા બાદ અમેરિકા સાથેની આ ડિલ રદ થઇ ગઇ હતી. હવે તુર્કીની નજર રશિયાના Su-57E પર છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા તુર્કી સાથે મળીને આ વિમાનનું જોઇન્ટ ઉત્પાદન પર વાત કરી રહ્યું છે. સીરિયામાં આ વિમાન સફળ રહ્યા બાદ તેને રશિયન એરફોર્સમાં સામેલ કરવાની મંજૂરી મળી ગઇ છે. આ ફાઇટર પ્લેન રશિયાની કંપની સુખોઇ બનાવે છે. આ વિમાન કોઇ પણ હવામાનમાં હવાથી હવા, હવાથી જમીન પર હુમલો કરી શકે છે. 29 જાન્યુઆરી 2010ના રોજ Su-57Eએ પ્રથમવાર ઉડાણ ભરી હતી. હાલમાં 10 વિમાન ઉડાણ ભરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય એરફોર્સના ચીફ ધનોઆએ સ્પષ્ટ કર્યું હતું કે, ભારત Su-57E વિમાનો ત્યારે જ ખરીદશે જ્યારે આ વિમાન રશિયન એરફોર્સમમાં સામેલ થઇ  જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget