શોધખોળ કરો
Advertisement
સુરતનો સ્પર્શ શાહ અમેરિકામાં 'HowdyModi ' કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાશે
અમેરિકાના 'હાઉડી મોદી' કાર્યક્રમમાં સુરતનો સ્પર્શ શાહ રાષ્ટ્રીય ગીત ગાશે.
અમદાવાદ: અમેરિકાનાં હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. સમગ્ર વિશ્વની નજર હવે આ કાર્યક્રમ પર છે. હ્યૂસ્ટનનાં એનઆરજી ફુટબોલ સ્ટેડિયમમાં થનારા આ કાર્યક્રમની શરૂઆત એક 16 વર્ષનાં ભારતીય મૂળનાં બાળક દ્વારા રાષ્ટ્રગાન કરીને થશે. અમેરિકાના 'હાઉડી મોદી' કાર્યક્રમમાં સુરતનો સ્પર્શ શાહ રાષ્ટ્રીય ગીત ગાશે.
સ્પર્શ શાહ ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પ્રફુલ્લ શાહનો પૌત્ર છે. રવિવારે અમેરિકાના હાઉસ્ટન ખાતે કાર્યક્રમમાં સ્પર્શ રાષ્ટ્રીય ગીત ગાશે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેવાના છે. સુરતીઓને પણ ગૌરવ અપાવે તેવી એક ઘટના બનવા જઇ રહી છે.
સ્પર્શ અત્યાર સુધીમાં 135 ફ્રેક્ચર્સની સર્જરી કરાવી ચુક્યો છે. સર્જરી વડે સ્પર્શના શરીરમાં 22 સ્ક્રુ તથા આઠ સળીયા મુકવામાં આવ્યા છે. 16 વર્ષનાં સ્પર્શ શાહને જન્મથી જ ઓસ્ટિયોજેન્સિસ ઇપરફેક્ટા નામની બિમારી છે. સ્પર્શ શાહ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે ઘણો ઉત્સુક છે. સ્પર્શ શાહ માત્ર સારા સિંગર જ નથી પરંતુ તેઓ એક મોટીવેશ્નલ સ્પીકર પણ છે. જે અમેરિકાનાં ન્યૂજર્સીમાં રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement