Sri Lanka Crisis: શ્રીલંકામાં દેખાવો અને બબાલ બાદ શું ભારત મોકલી રહ્યું છે સેના ? હાઈ કમિશને જણાવી સચ્ચાઈ
Sri Lanka Crisis: શ્રીલંકામાં 30 વર્ષના સૌથી મોટા આર્થિક સંકટને લઈને લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
Sri Lanka Crisis: શ્રીલંકામાં 30 વર્ષના સૌથી મોટા આર્થિક સંકટને લઈને લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક સાંસદનું પણ મૃત્યુ થયું છે. મંગળવારે સંરક્ષણ મંત્રાલયે કોઈપણ તોફાનીને ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. શ્રીલંકામાં ભારત વિરુદ્ધ અફવાઓ અને ફેક ન્યૂઝનું બજાર ગરમ છે. ક્યારેક રાજપક્ષે પરિવાર ભારતમાં શરણ લઈ રહ્યો છે તો ક્યારેક ભારતીય સેનાના આગમનને લઈને અફવાઓ અને સમાચારો ચલાવવામાં આવે છે.
કોલંબોમાં ભારતીય હાઈ કમિશને આજે ફરી એકવાર શ્રીલંકામાં સૈનિકો મોકલવાના અહેવાલોને રદિયો આપ્યો છે. હાઈ કમિશને કહ્યું કે અમે ભારતના સૈનિકોને શ્રીલંકા મોકલવા અંગે કેટલાક ન્યૂઝ મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અટકળોના અહેવાલોને નકારીએ છીએ. આવા અહેવાલો અને મંતવ્યો ભારતના સત્તાવાર વલણ સાથે બિલકુલ સુસંગત નથી. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત શ્રીલંકામાં લોકશાહી, તેની સમૃદ્ધિ અને સ્થિરતાનો સમર્થક છે. અગાઉ, ભારત સરકારે પણ રાજપક્ષે પરિવારના શરણ લેવાના સમાચારોને નકારી કાઢ્યા હતા અને તેને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા.
The High Commission would like to categorically deny speculative reports in sections of media & social media about India sending her troops to Sri Lanka. These reports & such views are also not in keeping with the position of the Govt of India: High Commission of India in Colombo pic.twitter.com/zCDU50CyqP
— ANI (@ANI) May 11, 2022
આ પણ વાંચોઃ
Tomato Flu: બાળકોને ભરડામાં લઈ રહ્યો છે કોરોના જેવો આ વાયરસ, જાણો લક્ષણ અને સારવાર
ખેડૂતો બિયારણની ખરીદી કરતી વખતે આ બાબતો રાખે ધ્યાનમાં, નહીં આવે રડવાનો વારો
Watch: શાહરૂખ ખાને સંજય દત્તની કરી મિમિક્રી, વીડિયો જોઈને તમે પણ હસીને બઠ્ઠા થઈ જશે
કોરોના બાદ આવ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો લક્ષણો અને સારવાર
Locust: ખેડૂતના પાકને તબાહ કરી નાંખે છે તીડ, જાણો તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો
Cyclone Asani: ક્ષણવાર ચૂકી ગયો હોત તો યુવકે ગુમાવી દીધો હોત જીવ, જુઓ વાવાઝોડાનો ખૌફનાક લાઇવ વીડિયો