આ મુસ્લિમ દેશની મહિલાઓ ટૂરિસ્ટ સાથે કરી રહી છે Pleasure marriage, જાણો શું છે આ પ્લેઝર મેરેજ, થયો મોટો ખુલાસો
Indonesian women opting for pleasure marriages: લોસ એન્જલસ ટાઈમ્સના તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે પ્લેઝર મેરેજનું ચલણ ઈન્ડોનેશિયામાં સૌથી વધુ વધ્યું છે.
Indonesian women opting for pleasure marriages: ભારતમાં લગ્ન એક સામાજિક સંસ્થા સમાન છે. ભારતીય સંસ્કૃતિમાં લગ્નને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે, સમગ્ર વિશ્વમાં બદલાતા સમય સાથે, લગ્ન અને જીવનસાથી પસંદ કરવાની પ્રક્રિયા ઝડપથી બદલાઈ રહી છે. નવા યુગમાં જ્યાં લોકો લગ્ન વિના લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા છે, ત્યાં ઘણા દેશોમાં પ્લેઝર મેરેજનો ટ્રેન્ડ પણ વધ્યો છે.
લોસ એન્જલસ ટાઈમ્સના તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, પ્લેઝ મેરેજનું ચલણ ઈન્ડોનેશિયામાં સૌથી વધુ વધ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈન્ડોનેશિયાના ગરીબ સમુદાયની મહિલાઓ 'ટેમ્પરરી બ્રાઈડ' બનવા માટે પુરુષો પાસેથી ભારે કિંમત વસૂલે છે. વાસ્તવમાં ઈન્ડોનેશિયા આવતા પ્રવાસીઓ અસ્થાયી પત્નીઓ શોધી રહ્યા છે અને તેના કારણે હાલના સમયમાં પ્લેઝર મેરેજનો ટ્રેન્ડ વધ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો તેને ટેકો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ માર્કેટ ગરીબ મહિલાઓ માટે આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તેમના પરિવારને ટેકો આપવા માટેના માધ્યમ તરીકે વિકસિત થયું છે. આ પ્રથા ખાસ કરીને પુનકેક વિસ્તારમાં પ્રચલિત છે, જે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. પંકક તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે.
જકાર્તામાં સ્યારીફ હિદાયતુલ્લા ઇસ્લામિક સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર યયાન સોપ્યાને પ્લેઝર મેરેજ વિશે કહ્યું, “અમે જોઈ રહ્યા છીએ કે, આ પ્રથા હવે વિસ્તરી રહી છે. પ્રવાસન આ આર્થિક જરૂરિયાતને પૂર્ણ કરે છે. આમાં કોઈ યોગ્ય કે ખોટું નથી.
જો કે, ઇન્ડોનેશિયા જેવા દેશમાં, પ્લેઝર મેરેજ નૈતિક ચિંતાઓને જન્મ આપ્યો છે. ઘણા લોકો આની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે બહારના દેશોમાંથી આવતા પ્રવાસીઓને કારણે ઈન્ડોનેશિયાની સંસ્કૃતિ બગડી રહી છે.
પ્લેઝર મેરેજ શું છે
પ્લેઝર મેરેજ યુવતીઓ માત્ર થોડો સમય માટે કામચલાઉ લગ્ન કરે છે. તેના બદલામાં યુવતી પૈસા પણ લે છે. આ લગ્નને નિકાહ મુતહ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારના શોર્ટ ટર્મ મેરેજ છે