Temple Vandalized In Pakistan: પાકિસ્તાનના શિવ મંદિરમાં થઈ તોડફોડ, ભગવાનના ઘરેણા અને અન્ય કિંમતી સામાન ચોરી
પાક મીડિયાના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે રાત્રે હૈદરાબાદના જામશોરોના કોટરીના દરિયા બંધ વિસ્તારમાં બની હતી.
Temple Vandalized In Pakistan: પાકિસ્તાનમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ ચાલુ છે. તાજેતરના કિસ્સામાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના કોટરીમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં અજાણ્યા શખ્સોએ શિવ મંદિરમાં તોડફોડની ઘટનાને અંજામ આપ્યો છે. આ દરમિયાન મંદિરમાં શિવની મૂર્તિ તોડવાની વાત સામે આવી રહી છે. સાથે જ સ્થાનિક હિન્દુઓમાં રોષનું મોજુ ફરી વળ્યું છે.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે બની હતી. મૂર્તિ તોડીને લોકો લાખો રૂપિયાની રોકડ અને અન્ય કિંમતી સામાન લઈને નાસી ગયા હતા. કોટરી પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈની ધરપકડ થઈ નથી. પહેનજી અખબારે અહેવાલ આપ્યો છે કે લઘુમતી મંત્રીએ વિસ્તારના એસએસપી પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
પાક મીડિયાના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે રાત્રે હૈદરાબાદના જામશોરોના કોટરીના દરિયા બંધ વિસ્તારમાં બની હતી. આ દરમિયાન, અજાણ્યા હુમલાખોરોએ વિસ્તારના પ્રાચીન શિવ મંદિરમાંથી ઘરેણાં સોનાની મૂર્તિઓ, પ્રસાદ, યુપીએસ બેટરી અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ દેવીની મૂર્તિને નુકસાન પહોંચાડીને તોડફોડ કરી છે. તે જ સમયે, ચોરાયેલા દાગીના અને અન્ય વસ્તુઓની કિંમત 20 થી 25 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પાક મીડિયા અનુસાર, માહિતી મળ્યા બાદ અલ્પસંખ્યક બાબતોના પ્રાંત મંત્રી જ્ઞાનચંદ ઈસરાનીએ SSP જામશોરો પાસેથી 48 કલાકની અંદર ઘટનાનો રિપોર્ટ માંગ્યો અને આરોપીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો.
હાલ કોટરી પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, આ સાથે મંદિરોની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે. બીજી તરફ હિન્દુ સમુદાયે કહ્યું કે એવું લાગે છે કે બદમાશો 4 નવેમ્બરે દિવાળી પહેલા હિન્દુ-મુસ્લિમ રમખાણો આયોજિત કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.