શોધખોળ કરો
Advertisement
આ છે દાઉદ ઈબ્રાહીમની 27 વર્ષ નાની નવી ગર્લફ્રેન્ડ, એક સમયની એક્ટ્રેસ હવે કહેવાય છે ગેંગસ્ટર ગુડિયા
દાઉદ છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનની એક એવરેજ ગણાતી અભિનેત્રી મહવીશ હયાત પાછળ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
નવી દિલ્હીઃ દાઉદ ઈબ્રાહિમને લઈને એક મોટો ખુલાસો થયે છે. આ ખુલાસો તેની નવી ગર્લફ્રેન્ડને લઈને થયો છે. દાઉદની પાકિસ્તાની પ્રેમિકાને લોકો ‘ગેંગસ્ટર ગુડિયા’ના નામે ઓળખે છે. દાઉદની નવી ગર્લફ્રેન્ડ તેનાથી 27 વર્ષ નાની છે. તેને ‘બિલ્લી’ના નામથી પણ ઓખવામાં આવે છે.
દાઉદ છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનની એક એવરેજ ગણાતી અભિનેત્રી મહવીશ હયાત પાછળ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. દાઉદ કરતાં ઉંમરમાં 27 વર્ષ નાની આ અભિનેત્રી પાકિસ્તાનના ફિલ્મોદ્યોગમાં સાવ સામાન્ય અથવા કહો કે સી ક્લાસની અભિનેત્રી ગણાતી હતી, પરંતુ દાઉદે પોતાની રાજકીય વગના પગલે વર્ષ 2019માં આ અભિનેત્રીને એક બહુ પ્રતિષ્ઠિત નાગરિક સન્માન તમગા-એ -ઇમ્તિયાઝ અપાવ્યું ત્યારે પાકિસ્તાની ફિલ્મોદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો.
થોડાં વર્ષ પહેલાં આ યુવતીને કોઇ જાણતું પણ નહોતું. પાકિસ્તાની ફિલ્મોદ્યોગમાં એનું પ્રદાન નહીંવત્ હતું. મીડિયા અનુસાર કરાંચીમાં રહેતા આ વગદાર વ્યક્તિએ હાલના શાસક પક્ષ પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પર પણ સારી વગ ધરાવે છે એટલે એ મહવીશને આ એવોર્ડ અપાવી શકી હતી. તમેજ કલ્પી લો કે, કરાંચીમાં વસતી એ સેલેબ્રિટિ કોણ છે એવું આ પોર્ટલમાં લખ્યું હતું.
મીડિયા અનુસાર કરાંચીની એ વગદાર વ્યક્તિના દબાણના કારણે જ પાકિસ્તાનની ફિલ્મો મહવીશને મળી રહી હતી. બાકી એ એક સાધારણ અભિનેત્રી છે.
મહવિશ હયાતે પોતાની કારકિર્દીની શરૂઆતમાં એક આઈટમ સોંગ કર્યું હતું. માનવામાં આવે છે કે, આ આઈટમ સોંગ બાદ જ તે લાઈમ લાઈટમાં આવી અને અને એવા પણ આરોપ છે કે, કરાંચીના કોઈ શક્તિશાળી વ્યક્તિના કારણે જે તેને ફિલ્મો મળી, તેનો રૂતબો વધ્યો. એવુ પણ કહેવાય છે કે, મહવિશ તો હવે ઈમરાન ખાન સરકારમાં પણ દખલ દેવા લાગી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement