શોધખોળ કરો
Advertisement
ચીને બનાવેલો દુનિયાનો સૌથી મોટો ડેમ તૂટવાનો ખતરો, જાણો કેટલા અબજનું આંધણ કરીને ચીને બનાવ્યો છે આ ડેમ ?
થ્રી ગોર્જેસ ડેમ તૂટે તેવી ભીતિ સર્જાઈ હોવા અંગે ચીની મીડિયાએ કહ્યું કે, વિદેશી મીડિયા ખોટો ભ્રમ ફેલાવે છે.
બેઈજિંગઃ ભારત સાથે સરહદ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીનના દક્ષિણ ભાગમાં કરોડો લોકો ભીષણ પૂરનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન ચીનના જળવિજ્ઞાની વાંગ વેઇલુઝોએ થ્રી ગોર્જ ડેમની સુરક્ષા પર સવાલ ઉઠાવીને ચેતવણી જાહેર કરતા કહ્યું કે, આ ડેમ ગમે ત્યારે તૂટી શકે છે.
થ્રી ગોર્જેસ ડેમ તૂટે તેવી ભીતિ સર્જાઈ હોવા અંગે ચીની મીડિયાએ કહ્યું કે, વિદેશી મીડિયા ખોટો ભ્રમ ફેલાવે છે. ડેમ અને તમામ બ્રિજ સલામત છે. જો આ ડેમ તૂટે તો 10 રાજ્યોમાં મોટા પાયે તબાહી થાય તેવી શક્યતા છે.
ચીનના હુબેઈ પ્રાંતની યાંગત્ઝી નદી પર બનેલા આ ડેમની ઊંચાઈ 181 મીટર અને લેન્થ 2335 મીટર છે. આ ડેમ બનાવવા માટે ચીને 31.765 બિલિયન યુએસ ડોલરનું આંધણ કર્યુ હતું. 1994માં આ ડેમનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું અને 2003માં ખૂલ્લો મુકવામાં આવ્યો હતો.
તાઈવાન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, મૂશળધાર વરસાદના કારણે વિશ્વના સૌથી જાણીતા ડેમ તૂટવાની આશંકાથી ચીન પરેશાન છે. ન્યૂ ટોકના રિપોર્ટ પ્રમાણે ચીની જળ વિજ્ઞાનીએ સૌથી મોટી જળ વિદ્યુત પરિયોજનાને નુકસાન પહોંચ્યાનો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement