શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી, ટ્રમ્પે હિન્દુ, જૈન, સિખ અને બૌદ્ધ અનુયાયીઓને શુભેચ્છા પાઠવી
મારું પ્રશાસન નક્કી કરશે કે અમારા બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકોના ધાર્મિક અધિકારીનો રક્ષા થાય.
નવી દિલ્હીઃ અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી. તેની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે હિંદુઓ, જૈન, સિખ અને બૌદ્ધ ધર્મના અનુયાયિઓને દિવાળીની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, આ પર્વ જણાવે છે કે, અમેરિકામાં દરેક વર્ગના લોકોને ધાર્મિક આઝાદી મળેલી છે.
ટ્રમ્પે કહ્યું, મારું પ્રશાસન નક્કી કરશે કે અમારા બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકોના ધાર્મિક અધિકારીનો રક્ષા થાય. દિવાળીમાં હું અને મારી પત્ની મેલાનિયા તમને દરેકને પ્રકાશના આ પર્વની શુભેચ્છા પાઠવીએ છીએ.
તેમણે કહ્યું કે, અમેરિકા અને સમગ્ર દુનિયામાં આવેલા હિન્દુ, જૈન, સિખ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે આ પર્વ એક અવસર છે. જે અંધકાર પર પ્રકાશની જીતનો મેસેજ આપે છે. અજ્ઞાન પર જ્ઞાનનો, શત્રુ પર સત્યની જીતની વાત દર્શાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement