શોધખોળ કરો
2021માં સંખ્યાબંધ આતંકી હુમલા કરી શકે છે IS, UNની દુનિયાને ચેતવણી
UNએ દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે 10 હજાર આતંકીઓ દુનિયાભરમાં હુમલા કરે તેવી ભીતિ છે.

2021માં ISના આતંકીઓ દુનિયાભરમાં સંખ્યાબંધ હુમલા કરી શકે છે. આ ચેતવણી અન્ય કોઈ નહીં પણ UNના કાઉંટર ટેરરિસ્ટ વિભાગના વડાએ આપી છે. ઈરાકમાં આવેલા કેમ્પમાં તાજેતરમાં જ ISએ 10 હજાર આતંકીઓને હુમલાની તાલીમ આપી હોવાનો પણ UNએ દાવો કર્યો છે. UNએ દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે 10 હજાર આતંકીઓ દુનિયાભરમાં હુમલા કરે તેવી ભીતિ છે. ત્યારે આતંકી સંગઠનો સામે UNના શક્તિશાળી સભ્ય દેશોએ સંયુક્ત ઓપરેશન શરૂ કરવાની જરૂરત છે. UNના ટેરરિસ્ટ વિભાગના વડાએ કરેલા દાવામાં કહેવાયું છે કે ટ્રેનિંગ લીધેલા આતંકીઓ હાલમાં દુનિયાભરના સરહદી વિસ્તારોના ગામડાઓમાં રહે છે અથવા તો અંતરિયાળ રણમાં રહે છે. જે ગમે ત્યારે સરહદ પાર કરીને હુમલો કરી શકે છે. અધિકારીએ કહ્યું કે, ‘આઈએસની ક્ષેત્રને લઈને થયેલ હાર બાદ પણ અંદાજે 2 વર્ષ બાદ પણ 27,500 વિદેશી બાળકો પૂર્વોતતર સીરિયા કેમ્પમાં છે. તેમાં ઇરાક ઉપરાંત અંદાજે 60 દેશોના 8000 બાળકો પણ સામેલ છે. તેમાંથી 90 ટકા બાળકો 12 વર્ષથી ઓછી ઉંમરના છે. અધિકારીએ વિતેલા ઓગસ્ટમાં ફિલીપીન્સમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલ બે આત્મઘાતી વિસ્ફોટોનો પણ ઉલ્લેખ કર્યો.
વધુ વાંચો





















