શોધખોળ કરો

Russia-Ukraine War: 84 મિસાઇલ હુમલા બાદ UNમાં ભડક્યુ યુક્રેન, રશિયા પર લગાવ્યો ‘ આતંકવાદી દેશ’નો આરોપ

વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે

Russia-Ukraine War: યુક્રેનના અનેક શહેરો પર રશિયા તરફથી મિસાઈલ હુમલાનો પડઘો સંયુક્ત રાષ્ટ્રમાં સંભળાયો હતો. સોમવારે (10 ઓક્ટોબર) યુક્રેને મોસ્કોની આ કાર્યવાહીની આકરી ટીકા કરી અને તેના પર 'આતંકવાદી દેશ' હોવાનો આરોપ લગાવ્યો હતો. યુક્રેનના ચાર હિસ્સા પર રશિયાના કબજા બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ સમગ્ર બેઠક દરમિયાન, કિવ પર મોસ્કો દ્વારા સતત હુમલા અને બોમ્બ ધડાકાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. યુક્રેનના ભાગોને જોડવા સામે રશિયાના પગલાની ટીકા કરવા યુએનજીએમાં લાવવામાં આવેલા પ્રસ્તાવ પર 193 UN સભ્યો મતદાન કરશે. સીએનએન અનુસાર, આ અઠવાડિયે મતદાન થઈ શકે છે.

પ્રથમ બેઠક દરમિયાન યુક્રેનના રાજદૂતે સભ્ય દેશોને જણાવ્યું હતું કે રશિયાના આક્રમણને કારણે તેઓ પહેલેથી જ સભ્યો ગુમાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે સોમવારે લગભગ 84 મિસાઈલો અને બે ડ્રોને જાણીજોઈને રહેણાંક વિસ્તાર અને સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા. તે સિવાય કેટલાય શહેરો પર હુમલા કરવામાં આવ્યા હતા. . આ દરમિયાન શાળાઓ અને યુનિવર્સિટીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

વાસ્તવમાં રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. શનિવારે 8 ઑક્ટોબરે યુક્રેને રશિયાને નિશાન બનાવતા ક્રિમિયન બ્રિજ પર હુમલો કર્યો, જે પછી રશિયાએ યુક્રેનના શહેરો પર એક પછી એક અનેક મિસાઇલો છોડી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ બાદ પહેલા ઝાપોરિઝિયા પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો અને પછી ગઈ કાલે સૌથી મોટો હવાઈ હુમલો કિવ પર કરવામાં આવ્યો.

યુક્રેન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 10 ઓક્ટોબરે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 17 શહેરો પર એક સાથે હુમલો કર્યો હતો. રશિયાની એરફોર્સ અને ગ્રાઉન્ડ ફોર્સ દ્વારા યુક્રેનના સૈન્ય મથકો, ઊર્જા કેન્દ્રો અને સંચાર કેન્દ્રો પર એક સાથે હુમલો કરવામાં આવ્યો હતો. 84 થી વધુ મિસાઇલોને નિશાન બનાવીને છોડવામાં આવી હતી.

યુક્રેનમાં ઘણા લક્ષ્યોને નિશાન બનાવ્યા - પુતિન

આ હુમલા પર નિવેદન આપતા વ્લાદિમીર પુતિને કહ્યું કે સંરક્ષણ મંત્રાલયની સલાહ અને જનરલ સ્ટાફના પ્લાનિંગના આધારે રશિયાએ યુક્રેનના ઘણા લક્ષ્યોને જમીન, હવા અને પાણી દ્વારા નિશાન બનાવ્યા છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું હતું કે કિવ સહિત 17 શહેરો પર મેગા એરસ્ટ્રાઈક બદલો લેવાનો પહેલો એપિસોડ છે. એટલે કે રશિયાએ યુક્રેન પર વાર કરવા માટે સમગ્ર યોજના બનાવી છે

રશિયાના આ મોટા હુમલા બાદ પશ્ચિમી દેશો પણ પોતાની રણનીતિ બદલવાનું વિચારી રહ્યા છે. શક્ય છે કે યુક્રેનને હવે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મળી શકે જેની ઝેલેન્સ્કી 4 મહિનાથી માંગ કરી રહી હતી. હકીકતમાં યુક્રેનની સેના NASAMS (NASAMS) ગ્રાઉન્ડ એર ડિફેન્સ સિસ્ટમ અને લેન્ડ બેસ્ટ ફેલેન્ક્સ વેપન સિસ્ટમ અને યુએસ આર્મીની ટેક્ટિકલ લોંગ રેન્જ મિસાઈલ સિસ્ટમ (ATACM)ની તાત્કાલિક ડિલિવરી ઈચ્છે છે જેથી તે રશિયાના ભીષણ હુમલાઓનો સામનો કરી શકે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident: દારુ ઢીંચીને ટ્રકચાલકે એક્ટિવાને કચેડી નાંખી, બેના મોત | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
GST on Old Car: જૂની કાર પર GSTને લઇને મૂંઝવણમાં છો? જાણો તમામ સવાલના જવાબ
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
'જાતીય શોષણ અને એસિડ હુમલાની પીડિતાની મફત સારવાર ન કરવી ગુનો', દિલ્હી હાઇકોર્ટનો મોટો ચુકાદો
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
GST: થિયેટર્સમાં પૉપકૉર્ન પર કેટલો લાગશે GST? જાણો તેના પર શું લેવાયો નિર્ણય
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
Australia Playing XI: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 જાહેર, ટ્રેવિસ હેડને લઇને આવ્યું મોટું અપડેટ
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Embed widget