શોધખોળ કરો
US Elections: જીતવા માટે ટ્રમ્પના ધર્મગુરૂ તંત્ર મંત્રના રસ્તે, દેવદૂતોને બોલાવ્યા
વીડિયોમાં ટ્રમ્પની જીત માટે તંત્ર મંત્રની મદદ લેવામાં આવી રહી છે.
![US Elections: જીતવા માટે ટ્રમ્પના ધર્મગુરૂ તંત્ર મંત્રના રસ્તે, દેવદૂતોને બોલાવ્યા us elections presidential spiritual adviser is leading an impassioned prayer service to secure trumps reelection US Elections: જીતવા માટે ટ્રમ્પના ધર્મગુરૂ તંત્ર મંત્રના રસ્તે, દેવદૂતોને બોલાવ્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/06153835/trump-spiritual.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
US Elections: વિશ્વની સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિના સિંહાસન પર કોણ બેસશે? આજે ત્રીજા દિવસે પણ ચિત્ર સ્પષ્ટ નથી થયું. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી હજુ પણ અટવાયેલી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પોતાના દાવા છે, તો ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન પોતાની જીતના દવો કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. હવે ટ્રમ્પની જીત માટે અમેરિકામાં તંત્ર મંત્રની મદદ લેવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે વીડિયો
અમેરિકાથી એક વીડિયો સામે આવ્યો છે જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટ્રમ્પની જીત માટે તંત્ર મંત્રની મદદ લેવામાં આવી રહી છે. જેવા જ ટ્રમ્પ પાછળ ચાલવા લાગ્યા તેવા જ ટ્રમ્પના ધર્મગુરુ પાઉલા વ્હાઇટે તરત જ ટ્રમ્પ માટે પ્રાર્થના શરૂ કરી દીધી. પાઉલા મંચ પર દક્ષિણ અમેરિકા અથવા લેટિન અમેરિકાથી દેવદૂતોને બોલાવવા માટે આહ્વાન કર્યું છે.
વિશ્વનો સૌથી વિકસિત દેશ માનવામાં આવે છે અમેરિકા આ સ્થિતિ છે એ અમેરિકાની જે વિશ્વનો સૌથી વિકસિત દેશ કહેવાય છે. આ તંત્ર મંત્ર એ પદ માટે થઈ રહ્યા છે જે વિશ્વમાં સૌથી શક્તિશાળી કહેવાય છે. સ્પષ્ટ છે કે સત્તાની લાલચ, તર્ક, આધુનિકતા, વિચાર અને વ્યક્તિ બધા પર હાવી થઈ જાય છે.Presidential spiritual adviser Paula White is currently leading an impassioned prayer service in an effort to secure Trump's reelection. pic.twitter.com/hCSRh84d6g
— Right Wing Watch (@RightWingWatch) November 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)