શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવ્યુ ઝેરનુ પેકેટ, વ્હાઇટ હાઇસ પહોંચતા પહેલા અમેરિકન અધિકારીઓએ પકડી પાડ્યુ
આ સમાચાર અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએને પોલીસ અધિકારીઓના હવાલાથી આપી છે. અમેરિકાની કાયદા પ્રવર્તન એજન્સીના એક અધિકારીએ કહ્યું કે પેકેટ સંભવતઃ કેનેડાથી અમેરિકા મોકલવામાં આવ્યુ છે, આ મામલાની તપાસ ચાલી રહી છે
વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવેલા એક સંદિગ્ધ પેકેટમાં ઝેર હોવાની પુષ્ટી થઇ છે. કાયદા પ્રવર્તન અધિકારીઓએ સપ્તાહની શરૂઆતમાં એક પેકેટની તપાસ કરી જેમાં રિસિન નામનુ ઝેર હોવાની પુષ્ટી થઇ હતી. ઝેરની પુષ્ટી માટે બે બે તપાસ કરવામાં આવી ચૂકી છે.
આ સમાચાર અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએને પોલીસ અધિકારીઓના હવાલાથી આપી છે. અમેરિકાની કાયદા પ્રવર્તન એજન્સીના એક અધિકારીએ કહ્યું કે પેકેટ સંભવતઃ કેનેડાથી અમેરિકા મોકલવામાં આવ્યુ છે, આ મામલાની તપાસ ચાલી રહી છે.
અમેરિકન અધિકારીઓ અનુસાર કોઇપણ પત્ર કે પાર્સલ વ્હાઇટ હાઉસ પહોંચે છે, તો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડતા પહેલા તેની સઘન તપાસ થાય છે. તપાસ અધિકારીઓએ રિસીનને બહુ જ ઘાતક ઝેર ગણાવ્યુ છે, રિસીન એકદમ ઘાતક તત્વ હોય છે, જેને કાસ્ટર બીન્સમાંથી કાઢવામાં આવે છે. આનો ઉપયોગ આતંકી હુમલાઓમાં કરવામાં આવી ચૂક્યો છે. આનો ઉપયોગ પાવડર, ધૂમાડો, ગોળી કે એસિડ તરીકે કરવામાં આવે છે, જો કોઇના શરીરમાં આ ઝેર પ્રવેશ કરી લે છે તો પેટ-આંતરડામાં બળતરાં ઉપરાંત આ આંતરિક રક્તસ્ત્રાવનુ કારણ પણ બને છે. આના કારણે વ્યક્તિનુ મૃત્યુ પણ થઇ શકે છે.
ધ ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) અને સિક્રેટ સર્વિસ આ મામલે તપાસ કરી રહી છે. એફબીઆઇના એક અધિકારીએ કહ્યું કે, એફબીઆઇ અને અમારી સિક્રેટ સર્વિસ અને અમેરિકન ઇન્સ્પેક્શન સર્વિસ સાથે મળીને મામલાની તપાસ કરી રહી છે. હાલ, સામાન્ય લોકો માટે આવા પ્રકારના ખતરાનો કોઇ સંદેહ નથી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion