શોધખોળ કરો

US-Pakistan : ભરોસાની ભેંસે પાડો જણ્યો! ભારતની પીઠમાં ખંજર ભોંકી 'અંકલ સેમ્સ'ની ડબલ ઢોલકી

શાહબાઝે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે માત્ર ફોટો જ નથી પડાવ્યા પરંતુ પૂર રાહતના નામે અમેરિકાથી લાખો ડોલર પણ પડાવ્યા.

US-Pakistan Holds Anti Terror Talks : પાકિસ્તાનની છાપ હંમેશાથી એક દગાખોર દેશ તરીકેની રહી છે. એક તરફ તો તે આતંકવાદ વિરૂદ્ધ પગલા ભરવાના નાટકના બહાને અમેરિકા સહિતના દેશો પાસેથી મોટા પ્રમાણમાં પૈસા એઠે તો બીજી બાજુ આતંકવાદને પાછલા બારણે પ્રોત્સાહન આપે છે. અફઘાનિસ્તાન મામલે પણ પાકિસ્તાને અમેરિકા સાથે આ જ ગેમ કરી હતી. છતાંયે અમેરિકા હજી પાકિસ્તાનની આ ચાલ સમજી શક્યુ નથી. અમેરિકાની પાકિસ્તાન પ્રત્યેની વિદેશ નીતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. પાકિસ્તાનના એ જ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને 1 વર્ષ સુધી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના ફોનની રાહ જોઈને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બીજી તરફ, શહેબાઝ શરીફ વડા પ્રધાન બન્યા પછી તરત જ અમેરિકાએ આંખ આડા કાન કરી લીધા હતા. 

શાહબાઝે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે માત્ર ફોટો જ નથી પડાવ્યા પરંતુ પૂર રાહતના નામે અમેરિકાથી લાખો ડોલર પણ પડાવ્યા. ત્યાર બાદ પણ અમેરિકાએ ભારતને નારાજ કર્યું અને પાકિસ્તાનના એફ-16 ફાઈટર જેટને અપગ્રેડ કરવાની ડીલ ફાઈનલ કરી. હવે બાઈડેન પ્રશાસન પાકિસ્તાન સાથે આતંકવાદ પર વાતચીત શરૂ કરવા જઈ રહ્યું છે. જ્યારે આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન આતંકવાદનો સૌથી મોટો પ્રાયોજક દેશ છે.

બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શું કહ્યું?

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને અમેરિકા આતંકવાદ સામે લડવાના તેમના પ્રયાસોને સમન્વય કરવાની શક્યતાઓ શોધવા માટે આવતા મહિને વાટાઘાટો કરશે. વોશિંગ્ટનની એક દિવસીય મુલાકાતે આવેલા બિલાવલે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના કાઉન્સેલર ડેરેક ચોલેટ સાથે અલગથી મુલાકાત કરી હતી. આ દરમિયાન ચોલેટે તેમને આશ્વાસન આપ્યું હતું કે, અમેરિકા તમામની સુરક્ષા માટે આતંકવાદ સામે લડવામાં પાકિસ્તાનની સાથે છે. ચોલેટે મીટિંગ બાદ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, તેમણે પેશાવરમાં તાજેતરના બોમ્બ ધડાકા અંગે પાકિસ્તાની વિદેશ મંત્રી પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને પાકિસ્તાનની આર્થિક સ્થિરતા અને પૂરની પુનઃપ્રાપ્તિ તરફની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.

બિલાવલે કહ્યું- આતંકવાદ સૌથી મોટો મુદ્દો 

આવતા મહિને યોજાનારી આતંકવાદ વિરોધી પરિષદ વિશે વાત કરતાં બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, આતંકવાદ ખરેખર માત્ર પાકિસ્તાન માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ એક મુદ્દો બની રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, તેમણે ગયા અઠવાડિયે મોસ્કોની મુલાકાત દરમિયાન રશિયન અધિકારીઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદનો સામનો કરવા માટે આપણને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમન્વયની જરૂર છે. આતંકવાદીઓ તેમની ક્રિયાઓ એકબીજા સાથે સંકલન કરે છે તો શા માટે આતંકવાદ વિરોધી દળોએ તે ન કરવું જોઈએ?

અમેરિકાને અલકાયદાનો ડર દેખાડવામાં આવ્યો 

બિલાવલે કહ્યું હતું કે, અમારે પાકિસ્તાનમાં TTP સાથે ડીલ કરવી પડશે. ચીન ઈસ્ટ તુર્કસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટને લઈને ચિંતિત છે. યુએસ અલકાયદા વિશે ચિંતિત છે જ્યારે રશિયનો પણ અમુક જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી તે બધાએ પોતાના પ્રયાસોનું સંકલન કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન અને અમેરિકા આવતા મહિને ગરીબી નાબૂદી, ડ્રગ નિયંત્રણ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ વાતચીત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget