શોધખોળ કરો
Advertisement
અમેરિકાને મળશે આજે તેના બિગ બોસ, બાઇડનને કોણ લેવડાવશે શપથ, જાણો
અમેરિકાના આજે તેના બિગ બોસ બાઇડન મળી જશે. જો બાઇડન આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિને કોણ લેવડાવે છે, શપથ જાણીએ...
અમેરિકા:જો બાઇડનના શપથ સમારોહને લઇને વોશિંગ્ટન છાવણીમાં ફેરવાઇ ગયું છે. જો બાઇડન અમેરિકા સમય મુજબ બપોરે 12 વાગે શપથ લેશે. શપથ વિધિના કાર્યક્રમને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઇ છે. વોશિગ્ટનમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષા માટે 25 હજાર જવાન તૈનાત કરાયા છે. કેપિટોલ હિલ્સમાં કડક સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત બેરિકેડ્સ અને ચેક પોઈન્ટ્સ લગાવી દેવામાં આવ્યા છે. સંસદ ફરતે ફૂટ ઉંચી ફેન્સિંગથી ઘેરી લેવામાં આવ્યું છે.
કોણ અપાવેશ શપથ?
અમેરિકામાં રાષ્ટ્રપતિને ચીફ જસ્ટિસ શપથ લેવડાવે છે. ત્યારે બાઇડનને ચીફ જસ્ટિસ જોન બી રોબર્ટ જૂનિયર શપથ લેવડાવશે. શપથ લીધા બાદ બાઇડન રાષ્ટ્રના નામ સંબોધન કરશે. સંબોધનમાં તે અમેરિકન મતદારોનો આભાર માનશે. ત્યારબાદ સ્ટેજ પર રંગારંગ કાર્યક્રમ યોજાશે, સિંગર લેડી ગાગા, જેનિફર લોપેઝ જેવા સેલેબ્સ પર્ફોમન્સ આપશે.
ગેસ્ટ કોણ હશે?
ડોનાલ્ડ ટ્રમ્પનો સેરેમનીમાં સામેલ થવાના નથી. તેમના બદલે ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ શપથ સમારોહમાં હાજરી આપશે. તે સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબ્લ્યૂ બુશ અને બરાક ઓબામા પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શપથ સમારોહ માટે 1000 ટિકિટ બહાર પડાઇ છે. તો અદાજે 1000 લોકો શપથ સમારોહમાં ઉપસ્થિત રહેશે,
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion