શોધખોળ કરો
Advertisement
USનો સેલિબ્રિટી દીકરીના દરેક બર્થ ડે પર કરાવે છે વર્જિનિટી ટેસ્ટ, જાણો કેમ
અમેરિકન રેપર ટીઆઈએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મારી 18 વર્ષીય દીકરીને દર વર્ષે વર્જિનિટી ટેસ્ટ કરાવવા ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ જાવ છું.
વોશિંગ્ટનઃ અમેરિકન રેપર ટીઆઈએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મારી 18 વર્ષીય દીકરીને દર વર્ષે વર્જિનિટી ટેસ્ટ કરાવવા ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ જાવ છું. હું દર વર્ષે મારી દીકરીના બર્થ ડે પર ગાયનેકોલોજિસ્ટની અપોઇમેન્ટ લઉ છું અને મારી દીકરી વર્જિન છે કે નહીં તે જાણું છું.
ગ્રેમી એવોર્ડ જીતી ચુકેલા ટીઆઈએ એક પોડકાસ્ટમાં જણાવ્યું કે, મારી દીકરી ડીઝા હૈરિસના દરેક બર્થ ડે પર જઈને હું તેના બેડરૂમમાં એક નોટ લગાવી દઉ છું. જેના પર લખ્યું હોય છે કે આવતીકાલ 9.30 કલાકે ગાયનેકોલોજિસ્ટ પાસે જવાનું છે. મારી દીકરી જ્યારથી 16 વર્ષની થઈ છે ત્યારથી દર વર્ષે તેના બર્થ ડે પર હું આ ટેસ્ટ કરાવું છું.
તેમણે એમ પણ કહ્યું કે, મારી દીકરી પણ એક કાગળ પર સહી કરે છે. જેમાં લખેલું હોય છે કે, વર્જિનિટી ટેસ્ટનો જે પણ રિપોર્ટ આવશે તેની સાથે શેર કરશે. પોડકાસ્ટ સામે આવ્યા બાદ લોકોએ ટીઆઈની આલોચના કરી. એક યૂઝરે લખ્યું, દીકરી પર આ રીતે નજર રાખવી અપમાનજનક છે અને આ પ્રકારના કૃત્યમાં સામેલ ડોકટરનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ. સોશિયલ મીડિયા પર વિવાદ વધ્યા બાદ મંગળવારે જાહેર કરવામાં આવેલું પોડકાસ્ટ બુધવારે હટાવી દેવામાં આવ્યું હતું.
39 વર્ષીય રેપરે ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા છે અને તેણે રિહાના તથા જસ્ટિન ટિમ્બરલેક સાથે ગાવા માટે ઓળખવામાં આવે છે.
મેચ ફિક્સિંગના આરોપ હેઠળ ભારતના આ બે ક્રિકેટરોની થઈ ધરપકડ, જાણો વિગત
રાજકોટ T 20માં કેટલા વાગે થશે ટોસ અને કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગત
મેરિટલ રેપ જોકને લઈ બોલીવુડની આ એક્ટ્રેસે માંગી માફી, જાણો ફિલ્મમાં શું હતો ડાયલોગ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion