શોધખોળ કરો
Advertisement
અમેરિકા સ્વતંત્રતા દિવસઃ ટ્રમ્પે કહ્યુ- દુનિયાને કોરોના મહામારી આપવા બદલ ચીને જવાબદારી લેવી પડશે
અમેરિકાના 244મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંબોધિત કરી રહ્યા હતા.
વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ ફેલાવવા બદલ એકવાર ફરી ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ચીનથી વાયરસના હુમલા અગાઉ અમેરિકા સારુ પ્રદર્શન કરી રહ્યું હતું પરંતુ અમે હવે કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ. દુનિયાને કોરોના મહામારી આપવા બદલ પુરી રીતે જવાબદારી ચીને ઉઠાવવી પડશે. અમેરિકાના 244મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સંબોધિત કરી રહ્યા હતા. આ મહામારીથી દુનિયામાં પાંચ લાખ 33 હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 1.13 કરોડથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
ટ્રમ્પે ચીન પર નિશાન સાધતા કહ્યું કે, અમે ગાઉન, માસ્ક અને સર્જિકલ ઉપકરણનું ઉત્પાદન કરી રહ્યા છીએ. તેને વિશેષ રીતે વિદેશી ભૂમિ પર બનાવવામાં આવ્યું છે. આશ્વર્ય એ વાતનું છે કે વિશેષ રીતે ચીનમાં. જ્યાંથી આ વાયરસ અને અન્ય બીમારીઓ આવી હતી. ચીન ગુપ્ત રાખવા અને દગો આપવાના વિચારે આખી દુનિયામાં વાયરસ ફેલવા દીધો. આ માટે ચીનને પુરી રીતે જવાબદાર ઠેરવવું જોઇએ, ચીને જવાબદારી ઉઠાવવી પડશે.
ટ્રમ્પ અનેકવાર કોરોના મહામારી બદલ ચીનને જવાબદાર ઠેરવી ચૂક્યા છે. તેમણે ચીન પર વાયરસ અંગેની માહિતી છૂપાવવાનો આરોપ લગાવ્યો હતો. જોન હોપકિન્સ યુનિવર્સિટીના કહેવા અનુસાર, અમેરિકામાં શુક્રવારે કુલ 54 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement