કોરોના કાળમાં વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા છે Vermont, જાણો શું છે તેની પાછળનું કારણ
અમેરિકામાં સૌથી ઓછી વસતિ ધરાવતાં આ રાજ્યમાં 80 ટકાથી વધુ લોકોને રસી અપાઈ ગઈ છે.
વોશિંગ્ટનઃ વર્મોંટ (Vermot) અમેરિકાનું એક રાજ્ય છે. આ રાજ્ય બર્ની સેંડર્સ, મેપલ સીરપ અને બેન એન્ડ જેરી આઈસક્રીમ માટે વિખ્યાત છે. આ રાજ્યએ કોરોના વાયરસ મામલે વિશ્વનું સૌથી સુરક્ષિત સ્થાન હોવાની જાહેરાત કરી છે. કારણકે આ રાજ્ય અમેરિકામાં સૌથી વધુ વેક્સિન લગાવનારું રાજ્ય બની ગયું છે. અમેરિકામાં સૌથી ઓછી વસતિ ધરાવતાં આ રાજ્યમાં 80 ટકાથી વધુ લોકોને રસી અપાઈ ગઈ છે. અહીંયાના લોકોમાં સામુદાયિક સહયોગની ભાવના વધારે છે.
82 ટકા લોકોએ લીધી વેક્સિન
હેલ્થ કમિશ્નર માર્ક લેવિની(Mark Levine)એ કહ્યું, આ રાજ્યમાં થયેલા વેક્સિનેશનના કારણે તે અમેરિકાનું સૌથી સુરક્ષિત રાજ્ય બની ગયું છે. આ જગ્યા વિશ્વની સૌથી સુરક્ષીત છે. માર્ક અમેરિકાના જાણીતા ડો. એંથની ફૌસીની ટીમમાં કામ કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે ઉત્તર-પૂર્વ ગ્રામીણ વિસ્તારના આ રાજ્યમાં 12 વર્ષ કે તેથી મોટા 82 ટકા લોકોએ ઓછામાં ઓછો એક રસીનો ડોઝ લીધો છે. જ્યારે અમરિકમાં સરેરાશ 64 ટકા લોકોએ રસીનો એક ડોઝ અત્યાર સુધીમાં લીધો છે. એટલેકે અમેરિકાની સરેરાશ કરતાં ઘણા વધારે લોકોએ વર્મોંટમાં રસી લીધી છે.
વર્મોંટના લોકોમાં છે સામુદાયિક સહયોગની ભાવના
રસીના મામેલ મિસિસિપી સૌથી પાછળ છે. આ રાજ્યની તુલનામાં વર્મોંટમાં બમણા લોકોએ રસીનો ડોઝ લઈ લીધો છે. જેના માટે સ્થાનિક અધિકારીઓને ક્રેડિટ આપવામાં આવી રહી છે. તેમના પ્રયાસથી વર્મોંટમાં અનેક ઠેકાણે વેક્સિન સેન્ટર ખોલવામાં આવ્યા હતા અને લોકોને રસી લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. હેલ્થ ડિપાર્ટમેંટના લેક ચેંપલેને જણાવ્યું કે, વર્મોંટના લોકો સ્વાસ્થ્યને ખૂબ મહત્વ આપે છે. વેક્સિન અભિયાનની શરૂઆત માટે આ સૌથી મહત્વપૂર્ણ વાત હતી. આ મામાલે વર્મોંટના લોકો વધારે સહયોગી અને આજ્ઞાકારી પણ છે.
વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોનાના કેસ 3.37 કરોડથી વધારે છે. જ્યારે 6.05 લાખથી વધુ લોકોના મોત થયા છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત રાજ્યો છે.