શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજી વખત થયો કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
છેલ્લા મહિનના મધ્યમાં અમેરિકામાં બે કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા બાદ ટેસ્ટ કરાવ્યો હતો, ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી એક વખત કોરોના વાયર ટેસ્ટ કરવામાં આવ્યો છે જે નેગેટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સ્ટેફની ગ્રિશમે આ વાતની જાણકારી આપી. આ પહેલા પણ ટ્રમ્પ પોતાનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી ચૂક્યા છે જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સ્ટેફની ગ્રિશમે કહ્યું, “આજે સવારે રાષ્ટ્રપતિનો એક નવો રેપિડ પોઈન્ટ ઓફ ફેર ટેસ્ટ ક્ષમતાનો ઉપયોગ કરતાં કોવિડ-19નો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં તેઓ સ્વસ્થ્ય જણાઈ આવ્યા છે.” ગુરુવારે કોરોના વાયરસ ટાસ્ટ ફોર્મસ બ્રીફિંગ માટે રાષ્ટ્રપતિની સામે આવાત પહેલા પત્રકારોને આપવામાં આવેલ નોટમાં કહેવામાં આવ્યું હતું કે ટેસ્ટ કર્યાના 15 મિનિટ બાદ પરિણામ આવ્યું હતું.
ટ્રમ્પે મેમોને સંભાળતા બ્રીફિંગમાં ક્યું, “મેં ટેસ્ટ કરાવ્યો અને બહાર આવી ગયો. તેમાં માત્ર 15 મિનિટનો સમય લાગ્યો અને હું ફરીથી કામે માટે તૈયાર થઈ ગયો. તમે પણ કરાવી શકો છો.” ટ્રમ્પે કહ્યું કે, વાસ્તવમાં એ જોવા માટે ઉત્સુક હતો કે આ કેટલી ઝડપથી કામ કરે છે. તેમણે કહ્યું આ ખૂબ જ સરળ છે. મેં બે વખત ટેસ્ટ કરાવ્યો અને બીજી વખતનો અનુભવ વધારે સુખદ રહ્યો.
જણાવીએ કે, છેલ્લા મહિનના મધ્યમાં અમેરિકામાં બે કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા બાદ ટેસ્ટ કરાવ્યો હતો, ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. વ્હાઈટ હાઉસે વિતેલા મહિને કહ્યું હતું કે ટ્રમ્પ અને વાઈસ પ્રેસિડન્ટ માઈક પેંસના સંપર્કમાં આવનાર તમામ લોકોના તાપમાનની તપાસ શરૂ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion