Canada: કેનેડાના સિંગર શુભનો મુંબઇ કૉન્સર્ટ થયો રદ, ખાલિસ્તાનીઓને સમર્થન આપવાનો આરોપ
Canada-based Punjabi singer Shubh: શુભનીત પર કેનેડા અને ભારત વચ્ચે વધતા તણાવ વચ્ચે ખાલિતાનીઓને સમર્થન કરવાનો આરોપ છે
![Canada: કેનેડાના સિંગર શુભનો મુંબઇ કૉન્સર્ટ થયો રદ, ખાલિસ્તાનીઓને સમર્થન આપવાનો આરોપ Who is Canada-based Punjabi singer Shubh whose India tour was cancelled Canada: કેનેડાના સિંગર શુભનો મુંબઇ કૉન્સર્ટ થયો રદ, ખાલિસ્તાનીઓને સમર્થન આપવાનો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/21/f619ceef53624d531eebb965e34fd69d169525859087474_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Canada-based Punjabi singer Shubh: કેનેડિયન સિંગર શુભનીત સિંહ આ દિવસોમાં ચર્ચામાં છે. 26 વર્ષની શુભનીત વિવાદોમાં ફસાયો છે. શુભનીત પર કેનેડા અને ભારત વચ્ચે વધતા તણાવ વચ્ચે ખાલિતાનીઓને સમર્થન કરવાનો આરોપ છે, જેના પછી મુંબઈમાં યોજાનાર તેનો કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ તેની આકરી ટીકા થઈ રહી છે.
26 વર્ષની શુભનીત પર અલગતાવાદી ખાલિસ્તાની તત્વોને સમર્થન કરવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે સોશિયલ મીડિયા પર ભારતનો વિવાદાસ્પદ નકશો શેર કર્યો હતો, જેમાં પંજાબ અને જમ્મુ-કાશ્મીરને ભારતના નકશામાંથી હટાવતા દર્શાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ બાદથી તે વિવાદોમાં ફસાયો છે.
ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના ઘણા સભ્યોનું કહેવું છે કે શુભનીત અલગતાવાદી ખાલિસ્તાનીઓને સમર્થન આપે છે. સિંગર પર લાગેલા આ આરોપ બાદ ફેન્સથી લઈને સેલેબ્સ સુધીના દરેક લોકો તેમનાથી નારાજ છે. ઘણી મોટી કંપનીઓ પણ સિંગર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે.
શુભનીતનો આ મહિનાના અંતમાં એક મોટો શો થવાનો હતો, જેની ટિકિટો પણ વેચાઈ ગઈ હતી. પરંતુ સિંગર પર લાગેલા આરોપો બાદ શોના સ્પોન્સર 'બોટ ઈન્ડિયા'એ સ્પોન્સરશીપ પરત ખેંચી લીધી છે. 'બોટ ઈન્ડિયા'એ તેના નિવેદનમાં કહ્યું કે તે હવે ભારતમાં પંજાબી સિંગર શુભનીતના કોન્સર્ટને સ્પોન્સર કરશે નહીં. ભારતમાં શુભનીતનો કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે.
Singer Shubhneet Singh’s Still Rollin Tour for India stands cancelled. To that end, BookMyShow has initiated a complete refund of the ticket amount for all consumers who had purchased tickets for the show. The refund will be reflected within 7-10 working days in the customer's…
— BookMyShow (@bookmyshow) September 20, 2023
વિરાટ કોહલીએ સિંગરને અનફોલો કરી દીધો
શુભનીત પર લાગેલા આરોપો બાદ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પણ તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. વિરાટે સોશિયલ મીડિયા પરથી સિંગરને અનફોલો કરી દીધો છે. ભારતીય ચાહકો પણ શુભનીતને અનફોલો કરીને તેનો વિરોધ કરી રહ્યા છે.
શુભનીત સિંહ કોણ છે?
પંજાબી સિંગર શુભનીત સિંહનો જન્મ 1997માં પંજાબમાં થયો હતો. પરંતુ હવે તે કેનેડામાં રહે છે. ચાહકો તેને શુભ તરીકે ઓળખે છે. તેની ઉંમર 26 વર્ષની છે. શુભનીતના ગીતો ભારતમાં ખૂબ લોકપ્રિય છે. તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. ઘણી મોટી હસ્તીઓ પણ શુભનીતને ફોલો કરે છે.
શુભનીતની સિંગિંગ કરિયર માત્ર બે વર્ષની છે. સિંગરે 2021માં Irman Thiara સાથે 'Don’t Look' થી તેના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેનું ગીત 'We Rollin' આવ્યું, જે ઘણું હિટ થયું. શુભનીતને OG, Elevated અને Cheques જેવા ગીતો માટે જાણીતો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)