શોધખોળ કરો
Advertisement
દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડની નજીક, ભારત-અમેરિકામાં સૌથી વધુ કેસ
વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 2.61 લાખ નવા કેસ નોંધાયા છે અને 5604 લોકોના મોત થયા છે.
Coronavirus: કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં યથાવત છે. બ્રાઝીલમાં ગત દિવસે 841 દર્દીના મોત બાદ મૃત્યુઆંક એક લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે સૌથી વધુ કેસ ભારત અને અમેરિકામાં સામે આવ્યા છે. દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 2.61 લાખ નવા કેસ નોંધાયા છે અને 5604 લોકોના મોત થયા છે.
અત્યાર સુધી 1.97 કરોડથી વધુ લોકો આ વાયરસથી ઝપેટમાં આવી ગયા છે અને 7.28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે આ બીમારી માથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા એક કરોડ 27 લાખને પાર પહોંચી ગઈ છે. દુનિયાભરમાં અત્યાર સુધી 63 લાખ 51 હજારથી વધુ એક્ટિવ કેસ છે.
દુનિયામાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત
વર્લ્ડોમીટર અનુસાર, કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી ઉપર છે. અહીં સંક્રમણના કેસ 51.50 લાખથી વધુ છે, જ્યારે અત્યાર સુધીમાં એક લાખ 65 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 54 હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 976 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 65 હજાર નવા કેસ નોંધાયા છે.
અમેરિકા: કેસ-5,149,663, મોત- 165,070
અમેરિકા: કેસ- 3,013,369, મોત- 100,543
ભારત: કેસ- 2,152,020, મોત- 43,453
રશિયા: કેસ- 882,347, મોત- 14,854
સાઉથ આફ્રીકા: કેસ- 553,188, મોત- 10,210
મૈક્સિકો: કેસ- 469,407, મોત- 51,311
પેરૂ: કેસ- 471,012, મોત- 51,311
કોલંબિયા: કેસ- 376,870, મોત- 12,540
ચિલી: કેસ- 371,023, મોત- 10,011
સ્પેન: કેસ- 361,442, મોત- 28,503
19 દેશોમાં બે લાખથી વધારે કેસ
દુનિયાના 19 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટાલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોત મામલે પાંચમાં નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion