શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રસી આવ્યા બાદ શું કોરોના ખત્મ થઈ જશે? WHOએ કર્યો મોટો ખુલાસો
બ્રિટેનમાં બુધવારે સામાન્ય લોકો પર કોરોના રસીના ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.
કોરોના રસીની લોકો પર ઇમર્જન્સી ઉપયોગ માટે બ્રિટેન અને રશિયાએ મંજૂરી આપી દીધી છે. જ્યારે કેટલીક રસી તો હજુ અંતિમ ટ્રાયલમાં ચાલી રહી છે. ભારતમાં પણ એવી જ આશા છે કે રસીને આગામી કેટલાક સપ્તાહની અંદરની ઇમર્જનસી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી શકે છે. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે શું કોરોના રસીના આવ્યા બાદ કોરોના મહામારીનું જોખમ ઘટી જશે? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના રસીના આવ્યા બાદ પણ લોકોને શિષ્ટાચારમાં રહેવાની ચેતવણી આપી છે.
શિષ્ટાચાર વિરૂદ્ધ WHOની ચેતવણી
WHOએ શુક્રવારે કહ્યું કે, કોવિડ 19 વિરૂદ્ધ રસી આવવાથી ખતરનાક વાયરસ આપોઆપ ખત્મ નહીં થઈ જાય. WHOએ ચેતવણી આપતા કહ્યું કે, એવું માનવું ખોટું છે કે રસી આવવાથી સંકટ ખત્મ થઈ જશે.
WHO ઇમરજન્સી ડાયરેક્ટર મિશેલ રેયાને એક વર્ચ્યુઅલ ન્યૂઝ કોન્ફરન્સ દમરિયાન કહ્યું- રસી શૂન્ય કોરોના બરાબર નથી. તેમણે કહ્યું, ‘રસી અને રસીકરણ આપણી પાસે પહેલેથી જ ઉપલબ્ધ શક્તિશાળી ટૂલ હશે. પરંતુ તે પોતાની રીતે કામ નથી કરતું.’
કોરોનાથી અત્યાર સુધી 15 લાખના મોત
નોંધનીય છે કે, બ્રિટેનમાં બુધવારે સામાન્ય લોકો પર કોરોના રસીના ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ કોરોના રસીને મંજૂરી આપનાર તે પ્રથમ પશ્ચિીમી દેશ બની ગયો છે, ત્યાર બાદ વિશ્વભરમાં અન્ય દેશો પર પણ દબાણ વધી રહ્યું છે.
શુક્રવારે વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ 65 મિલિયનને પાર કરી ગાય. એએફપીના આંકડા અનુસાર, વિતેલા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં સામે આવેલ આ કોરોના મહામારીથી અત્યાર સુધીમાં વિશ્વમાં કુલ 15 લાખ લોકોના મોત થયા છે. WHO અનુસાર, હાલમાં કુલ 51 રસી હ્યુમન ટ્રાયલ માટે કાર્યરત છે, જેમાથી 13 રસી મોટા પાયે પરીક્ષણ બાદ અંતિમ તબક્કામાં પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion