શોધખોળ કરો

Wrestlers Protest: સરકારની પહેલ બાદ દિલ્હી જઈ શકે છે કુસ્તીબાજો, રેસલર્સે યોજી મીટિંગ

સરકારની પહેલ બાદ કુસ્તીબાજો આજે બુધવારે દિલ્હી જઈ શકે છે. આ મુદ્દે કુસ્તીબાજોએ બેઠક બોલાવી છે.

Wrestlers Protest Today: સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલ બાદ ખેલાડીઓએ સવારે બેઠક બોલાવી હતી. પરસ્પર સંમતિ બાદ અમે નક્કી કરીશું કે સરકારને ક્યારે મળવાનું છે. તમામ ખેલાડીઓ સોનીપતમાં છે અને બુધવારે (7 જૂન) દિલ્હી જઈ શકે છે. બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એક મહિનાથી વધુ સમયથી આંદોલન કરી રહેલા કુસ્તીબાજોના કેસમાં એક નવો વળાંક આવ્યો જ્યારે કેન્દ્રીય રમતગમત મંત્રીએ મંગળવારે (6 જૂન) વાટાઘાટનું આમંત્રણ આપ્યું હતું.

સરકારની પહેલ બાદ દિલ્હી જઈ શકે છે કુસ્તીબાજો

કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરીને લખ્યું, સરકાર કુસ્તીબાજો સાથે ચર્ચા કરવા ઇચ્છુક છે. મેં ફરી એકવાર કુસ્તીબાજોને વાતચીત માટે બોલાવ્યા છે. અગાઉ 3 જૂનના રોજ સરકાર દ્વારા મડાગાંઠને ખોલવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કુસ્તીબાજો વચ્ચે બેઠક યોજાઈ હતી.

બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોનું આંદોલન

દેશના પ્રખ્યાત કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ સામે મોરચો ખોલ્યો છે. બ્રિજ ભૂષણ સામે મહિલા રેસલર્સના યૌન શોષણનો આરોપ છે. આ મામલે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આમાંની એક એફઆઈઆરમાં સગીરના યૌન શોષણનો ઉલ્લેખ છે અને આ કેસમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ લગાવવામાં આવી છે.

જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા હતા

કુસ્તીબાજોએ 23 એપ્રિલના રોજ દિલ્હીના જંતર-મંતર પર બ્રિજ ભૂષણ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ધરણા શરૂ કર્યા હતા. જે 28 મેના રોજ દિલ્હી પોલીસે ખતમ કરી દીધા હતા. 28 મેના રોજ જ્યારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું. તે જ દિવસે કુસ્તીબાજોએ સંસદની સામે મહિલા પંચાયત યોજવાની જાહેરાત કરી હતી. સવારે લગભગ 11.30 વાગ્યે કુસ્તીબાજોએ સંસદ ભવન તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ કુસ્તીબાજો રાજી ન થયા. ત્યારબાદ પોલીસે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટને કસ્ટડીમાં લીધા. પોલીસે જંતર-મંતરથી કુસ્તીબાજોનો સામાન હટાવી લીધો હતો અને કહ્યું હતું કે હવે તેમને અહીં વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
Advertisement

વિડિઓઝ

Nadiad Rain : નડિયાદ શહેરમાં ધોધમાર 3 ઇંચ વરસાદ, પાણી ભરાઈ જતાં ગરનાળા કરવા પડ્યા બંધ, જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Hathmati River Flood : હાથમતી નદીમાં પૂર, કોઝવે પરથી પસાર થવા જતાં પશુ તણાયું
Anand Rain:  આણંદ શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ, જુઓ અહેવાલ
Navsari Kaveri River Flood : નવસારીની કાવેરી નદીના પૂરમાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ, વાંચો લેટેસ્ટ અપડેટ
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
PM Modi in Japan: ચંદ્રયાન-5 મિશન માટે સાથે આવશે NASA અને JAXA', ટૉક્યોમાં PM મોદીની જાહેરાત
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Rain: તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક નદીઓ બે કાંઠે, રસ્તાઓ જળમગ્ન
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
Santan Saptami 2025 નિઃસંતાન યુગલો માટે વરદાન છે સંત સપ્તમી વ્રત! શુભ પરિણામો માટે પૂજામાં વાંચો આ વાર્તા
દુનિયામાં કયા નેતાને સૌથી વધુ ગાર્ડ્સ ઓફ ઓનર મળ્યા છે, જાણો કયા નંબરે આવે છે PM મોદી?
દુનિયામાં કયા નેતાને સૌથી વધુ ગાર્ડ્સ ઓફ ઓનર મળ્યા છે, જાણો કયા નંબરે આવે છે PM મોદી?
બે વર્લ્ડ કપ રમનાર ક્રિકેટર બન્યો ડાકુ, કોર્ટે ફટકારી આકરી સજા; ક્રિકેટ જગતમાં મચ્યો હંગામો
બે વર્લ્ડ કપ રમનાર ક્રિકેટર બન્યો ડાકુ, કોર્ટે ફટકારી આકરી સજા; ક્રિકેટ જગતમાં મચ્યો હંગામો
એશિયા કપમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની જર્સી? થયો મોટો ખુલાસો
એશિયા કપમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની જર્સી? થયો મોટો ખુલાસો
Surat: ‘શિક્ષિકા અને સગીર વચ્ચે હતા શારીરિક સંબંધ’, બંન્ને વચ્ચે થયેલી ચેટથી થયો ખુલાસો
Surat: ‘શિક્ષિકા અને સગીર વચ્ચે હતા શારીરિક સંબંધ’, બંન્ને વચ્ચે થયેલી ચેટથી થયો ખુલાસો
Embed widget