![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Yearender 2021: આ વર્ષ ઓક્સિજનની કમી સહિતની આ 8 ઘટનાઓને કારણે નહી ભૂલી શકાય
Yearender 2021: આ વર્ષ કોરોનાની મહામારીની બીજી લહેર અને ખેડૂત આંદોલન જેવી કેટલીક ઘટનાને કારણે યાદગાર બની જશે
![Yearender 2021: આ વર્ષ ઓક્સિજનની કમી સહિતની આ 8 ઘટનાઓને કારણે નહી ભૂલી શકાય Year ender 2021 yearender 2021 the year 2021 will be remembered because of this know 9 big events of the country Yearender 2021: આ વર્ષ ઓક્સિજનની કમી સહિતની આ 8 ઘટનાઓને કારણે નહી ભૂલી શકાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/28/bf8d46732a1cc1816f11a5f130826c64_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Goodbye 2021: વર્ષ 2021 સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. સમગ્ર વિશ્વ આ અવસરની ઉજવણી કરી રહ્યું છે અને નવા વર્ષનું સ્વાગતની તૈયારીમાં છે. જો કે, આ વર્ષ કોરોના રોગચાળાની બીજી લહેર અને ખેડૂતોના આંદોલન જેવી ઘટનાઓને કારણે ઘણું યાદ કરવામાં આવશે. આ ઉપરાંત, આ વર્ષ કેટલાક મોટી રાજકીય ઘટનાનું સાક્ષી રહ્યું.
નજરી કરીએ આ વર્ષની મોટી 9 ઘટના પર
પશ્ચિમ બંગાળમાં ભાજપની હાર
રાજકીય મોટી ઘટનામાં પશ્ચિમ બંગાળમાં ભાજપની હારને માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત તૃણમૂલ કોંગ્રેસે વિજય મેળવ્યો.
ગણતંત્ર દિવસે હિંસા
ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢી હતી. આ દરમિયાન હિસા ભડકી હતી અને લાલ કિલ્લાન પ્રાચીર પર ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવ્યો હતો.
બીજી લહેરમાં ઓક્સિજનનું સંકટ
આ વર્ષે શ્વાસ માટે માણસોનો સંઘર્ષ જોવા મળ્યો. જે કદાચ ક્યારેય નહીં ભૂલાય. બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટે એવી તબાહી મચાવી કે હોસ્પિટલમાં ઓક્સિજનનો સ્ટોક પુરો કરવો મોટો પડકાર બની ગયો અને તેના માટે ઓક્સિજન પ્લાન્ટ પર લાંબી લાઇનો જોવા મળી.
લખીમપુર ખીરી ઘટના
લખીમપુર ખીરીની ઘટના પણ આંખો ભીની કરી દેનાર છે. 3 ઓક્ટોબરે લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો પર ગાડી ચઢાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં ચાર ખેડૂતોએ જીવ ગુમાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા આ કેસમાં આરોપી છે.
ભારતે તોડ્યો 1 કરોડ બિલિયન કોવિડ વેક્સિનનો રેકોર્ડ
આ વર્ષે 21મી ઓક્ટોબરે ભારતીય ઈતિહાસમાં એક ઐતિહાસિક દિવસ નોંધાયો હતો. હકીકતમાં, 21 ઓક્ટોબરના દિવસે, ભારતમાં 100 કરોડનો રસીનો આંકડો પાર કરી ગયો હતો.
સીડીએસ બીપીન રાવતનું નિધન
8 ડિસેમ્બરે સીડીએસ બીપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘધટનામાં નિધન થઇ ગયું, આ અકસ્માતમાં દેશે 14 જવાનને ગુમાવ્યાં.
ઓલિમ્પિકમાં ભારતને મળ્યો ગોલ્ડ
ટોક્યોમાં આયોજિત આ વર્ષે ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ મેડલ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સ્પર્ધામાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો હતો અને જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું હતું. આ ઉપરાંત ભારતીય પુરુષ હોકી ટીમે પણ 41 વર્ષ બાદ હોકીમાં મેડલ જીત્યો છે.
ખેડૂતોની ઘર વાપસી
આ વર્ષ એટલા માટે ખાસ છે. કારણ કે, આ વર્ષના અંતમાં 378 દિવસથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન સમાપ્ત થયું હતું. 11 ડિસેમ્બરે કેન્દ્ર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ પાછી ખેંચવાની જાહેરાત સાથે ખેડૂતોએ ઘરે પાછા ફરવાનું શરૂ કર્યું. ખેડૂતો આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવે છે
હરનાઝ સંધૂ બની મિસ યૂનિવર્સ
આ વર્ષના ડિસેમ્બર મહિનામાં ભારતને બે દાયકા એટલે કે 21 વર્ષ પછી મિસ યુનિવર્સનો ખિતાબ મળ્યો. આ વર્ષે 21 વર્ષની હરનાઝે આ તાજ પોતાના નામે કર્યો છે. આ પહેલા વર્ષ 2000માં લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી અને તે પહેલા સુષ્મિતા સેને આ ખિતાબ જીત્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)