ટોયોટાએ તેની પ્રીમિયમ હેચબેક કારની પ્રારંભિક કિંમત 6.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) રાખી છે. જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટની કિંમત રૂ. 9.36 લાખ (એક્સ-શોરૂમ) છે. મારુતિ સુઝુકી બલેનો 2022ની જેમ, તેમાં પણ હેડ-અપ ડિસ્પ્લે છે.
2/5
ટોયોટાની આ કારમાં 360 વ્યૂ કેમેરા મળશે, જે કાર પાર્કિંગને સરળ બનાવશે. આમાં ટોયોટા કનેક્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી કારને ટ્રેક કરી શકાય છે. તેમજ કારને લોક અને અનલોક કરી શકાય છે. આ સિવાય તેની લાઈટો પણ ચાલુ કરી શકાય છે. ઉપરાંત, આ મહત્વપૂર્ણ માહિતી સ્ક્રીન પર ચકાસી શકાય છે.
3/5
Toyota Glanza 2022 એ ભારતની કેટલીક એવી કારોમાંની એક છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ Amazon Alexa ને સપોર્ટ કરે છે. આની મદદથી ડ્રાઈવર વોઈસ કમાન્ડ દ્વારા પોતાની કારને એલેક્સા સપોર્ટ ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકે છે.
4/5
Toyota Glanz 2022ના એન્જિનની વાત કરીએ તો તેના એન્જિનમાં 1.2 લીટર ચાર સિલિન્ડર ડ્યુઅલ જેટ K12N પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ટ્રાન્સમિશન સાથે આવે છે. આ એન્જિન 90 hpનો પાવર, 113 Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે.
5/5
2022 Toyota Glanza ફેસલિફ્ટ વર્ઝન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. 2022 Toyota Glanza પ્રીમિયમ હેચબેક સેગમેન્ટ કાર સાથે સ્પર્ધા કરશે. આ કાર પહેલાથી અસ્તિત્વમાં રહેલી Hyundai i20, Tata Altroz, Honda Jazz અને Volkswagen Polo સાથે સ્પર્ધા કરશે.