શોધખોળ કરો
Hero Mavrick 400 ની ડિલીવરી થઈ શરૂ, જાણો કેવા છે ફીચર્સ
Hero MotoCorp એ તેની નવી બાઇક Maverick 440ની ડિલિવરી શરૂ કરી દીધી છે. કંપનીએ આ બાઇકને 15 એપ્રિલે જ ભારતીય બજારમાં લોન્ચ કરી હતી.

આ બાઇકના ત્રણ વેરિઅન્ટ બજારમાં ઉપલબ્ધ છે - બેઝ વેરિઅન્ટ, મિડ વેરિઅન્ટ અને ટોપ વેરિઅન્ટ. Hero Maverick 440ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.99 લાખથી શરૂ થાય છે અને રૂ. 2.44 લાખ સુધી જાય છે.
1/6

Maverick 440નું બેઝ વેરિઅન્ટ આર્ક્ટિક વ્હાઇટ કલરમાં આપવામાં આવ્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.99 લાખ રૂપિયા છે. આ બાઇકને એલઇડી લાઇટથી ડિઝાઇન કરવામાં આવી છે. આ સિવાય બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે નેગેટિવ LCD ક્લસ્ટર પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
2/6

Maverick 440નું મિડ વેરિઅન્ટ Fearless Red કલરમાં માર્કેટમાં આવ્યું છે. આ બાઇકમાં ટ્યૂબલેસ ટાયર સાથે એલોય વ્હીલ્સ છે. તેના મિડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.14 લાખ રૂપિયા છે.
3/6

Hero Maverick 440નું ટોપ વેરિઅન્ટ Phantom Black કલરમાં ઉપલબ્ધ છે. બાઇકના આ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 2.24 લાખ રૂપિયા છે. આ બાઇકમાં ડાયમંડ કટ ફિનિશ સાથે એલોય વ્હીલ્સ ફીટ કરવામાં આવ્યા છે.
4/6

Hero MotoCorpની આ બાઇકમાં 440 cc ઓઇલ કૂલ્ડ એન્જિન છે, જે 4000 rpm પર 36 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, આ બાઇક સ્લીપર ક્લચ સાથે 6-સ્પીડ ટ્રાન્સમિશનથી પણ સજ્જ છે.
5/6

કંપનીએ આ બાઇકનું બુકિંગ આ વર્ષે 14મી ફેબ્રુઆરીથી 2024માં શરૂ કર્યું હતું. લોન્ચ કર્યા બાદ હીરોએ હવે આ બાઇકની ડિલિવરી શરૂ કરી દીધી છે.
6/6

image 6
Published at : 17 Apr 2024 05:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
